ભારતે પ્રથમ ટી-20માં આયર્લેન્ડને 76 રને હરાવ્યું

ભારતે વિજય સાથે ઈંગ્લેન્ડ-આયર્લેન્ડના પ્રવાસની શરૂઆત કરી છે. 

ભારતે પ્રથમ ટી-20માં આયર્લેન્ડને 76 રને હરાવ્યું

ડબલિનઃ પ્રથમ ટી-20 મેચમાં ભારતે આયર્લેન્ડને રને હરાવીને આયર્લેન્ડ-ઈંગ્લેન્ડના પ્રવાસમાં વિજયી શરૂઆત કરી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 208 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 132 રન બનાવી શકી હતી અને ભારતનો 76 રને વિજય થયો હતો. 

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે રોહિત શર્માના 97 અને શિખર ધવનના 74 રનની મદદથી 208 રન ફટકાર્યા હતા. ધવન અને રોહિતે પ્રથમ વિકેટ માટે 160 રનની ભાગીદારી કરી હતી. રોહિતે ટી-20 કેરિયરની 15મી અડધીસદી ફટકારી હતી. 

રોહિતે પોતાના 97 રનની ઈનિંગમાં 8 ફોર અને 5 સિક્સ ફટકારી. ધવને 45 બોલમાં પાંચ ફોર અને પાંચ સિક્સ સાથે 74 રન બનાવ્યા હતા. આ સિવાય રૈના 10, ધોની 11, કોહલી શૂન્ય રને આઉટ થયો હતો. ભારતે અંતિમ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. 

ભારતે આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. બુમરાહે બીજી ઓવરમાં પુલ સ્ટર્લિંગને 1 રને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. આયર્લેન્ડ તરફથી એકમાત્ર જેમ્સ શેનાનોને 35 બોલમાં 60 રન ફટકાર્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવે 21 રનમાં ચાર તથા યહલે 38 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત બુમરાહને બે સફળતા મળી હતી. આ શ્રેણીની બીજી ટી-20 મેચ 29 જૂને રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news