IND vs JPN Hockey: એશિયા કપમાં ટીમ ઇન્ડીયાનું શાનદાર પ્રદર્શન, જાપાનને રોમાંચક મુકાબલામાં 2-1 હરાવ્યું

મેચમાં ભારતની શરૂઆત સારી રહી. આ મુકાબલાની પ્રથમ ક્વાર્ટર ભારતના નામે રહ્યો. ભારતે 1-0 થી બઢત લીધી હતી. ટીમ ઇન્ડીયા માટે મંજીતે પ્રથમ ગોલ કર્યો હતો. જ્યારે હાફ ટાઇમમાં બંને ટીમો 1-1 ની બરાબરી પર પહોંચી ગઇ હતી. જાપાને એક ગોલકરીને બરાબરી કરી લીધી હતી.  

IND vs JPN Hockey: એશિયા કપમાં ટીમ ઇન્ડીયાનું શાનદાર પ્રદર્શન, જાપાનને રોમાંચક મુકાબલામાં 2-1 હરાવ્યું

Asia Cup 2022 India Won Against Japan in Super 4 Match: ભારતીય હોકી ટીમે એશિયા કપ 2022 સુપર-4 એ પોતાની મેચમાં જાપાન સામે શાનદાર જીત પ્રાપ્ત કરી છે. ટીમ ઇન્ડીયાએ જાપાનને 2-1 થી હરાવી દીધું. આ પહેલાં ગ્રુપ મેચમાં જાપાને ટીમ ઇન્ડીયાને 2-5 થી માત આપી હતી. આ જીત સાથે ભારતે જાપાન સાથે બદલો પુરો કરી લીધો છે. ટીમ ઇન્ડીયાના મંજીત અને પવને એક-એક ગોલ કર્યા. તો બીજી તરફ જાપાન માટે તાકુમા નીવાએ માત્ર એક ગોલ કર્યો. 

મેચમાં ભારતની શરૂઆત સારી રહી. આ મુકાબલાની પ્રથમ ક્વાર્ટર ભારતના નામે રહ્યો. ભારતે 1-0 થી બઢત લીધી હતી. ટીમ ઇન્ડીયા માટે મંજીતે પ્રથમ ગોલ કર્યો હતો. જ્યારે હાફ ટાઇમમાં બંને ટીમો 1-1 ની બરાબરી પર પહોંચી ગઇ હતી. જાપાને એક ગોલકરીને બરાબરી કરી લીધી હતી.  

ત્રીજા ક્વાર્ટર દરમિયાન ટીમ ઇન્ડીયાએ આક્રમક રમત રમી અને ગોલ કરી દીધો. ભારતે 40મી મિનિટમાં 2-1 થી બઢત બનાવી લીધી. આ ક્વાર્ટરમાં ભારત અને જાપાનના ખેલાડીઓએ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો. પરંતુ ક્વાર્ટર પુરો થાય ત્યાં સુધી જાપાન બરાબારી કરી શક્યું નહી. ભારતની બઢત યથાવત રહી. ચોથો ક્વાર્ટર પુરો થાય ત્યાં સુધી જાપાનને ગોલ કરવા ન દીધો. આ પ્રકારે તેણે મેચમાં શાનદાર જીત પ્રાપ્ત કરી.  

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એશિયા કપ 2022 ના ગત મુકાબલામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ઇન્ડીયાએ ઇન્ડોનેશિયાને 16-0 થી માત આપી હતી. તો બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ડ્રો રહી હતી. ભારતીય હોકી ટીમને આ વખતે એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 

આ મુકાબલા દરમિયાન ભારતીય ખેલાડી મનિંદર ઇજાગ્રસ્ત થયા હતા. તેના લીધે તેમને બહાર જવું પડ્યું હતું. મનિંદર 50મી મિનિટમાં જાપાનના ખેલાડી પાસે બોલ ઝૂટવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન બોલ હોકી સાથે ટકરાઇને તેમના ચહેરા પર આવી હતી. મનિંદરના હોઠ પર ઇજા પહોંચી અને તેમને બહાર જવું પડ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news