INDW vs SLW: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને બીજી મેચમાં 10 વિકેટથી હરાવ્યું, વનડે સીરીઝમાં 2-0 થી બઢત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા મહિલા ટીમને વનડે સીરીઝની બીજી મેચમાં 10 વિકેટથી હરાવી મેચ જીતી લીધી છે. ભારત માટે શેફાલી વર્મા અને સ્મૃતિ મંઘાનાએ તોફાની પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિએ અણનમ 94 રન બનાવ્યા. જ્યારે શેફાલીએ 71 રનની અણનમ ઇનિંગ રમી. 

INDW vs SLW: ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને બીજી મેચમાં 10 વિકેટથી હરાવ્યું, વનડે સીરીઝમાં 2-0 થી બઢત

Sri Lanka Women vs India Women, 2nd ODI Pallekele Smriti Mandhana Shafali Verma: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકા મહિલા ટીમને વનડે સીરીઝની બીજી મેચમાં 10 વિકેટથી હરાવી મેચ જીતી લીધી છે. ભારત માટે શેફાલી વર્મા અને સ્મૃતિ મંઘાનાએ તોફાની પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિએ અણનમ 94 રન બનાવ્યા. જ્યારે શેફાલીએ 71 રનની અણનમ ઇનિંગ રમી. 

શ્રીલંકા મહિલા ટીમે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ખેમા માટે સ્મૃતિ અને શેફાલી ઓપનિંગ કરવા માટે આવી. આ બંને તોફાની બેટીંગ કરતાં ભારતને મેચ જીતાડી દીધી. શેફાલીએ 71 બોલનો સામનો કરતાં 4 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી અણનમ 71 રન બનાવ્યા. જ્યારે સ્મૃતિએ 83 બોલનો સામનો કરતાં અણનમ 94 રન બનાવ્યા. તેમની આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી. ભારતીય ટીમે 25.4 ઓવરોમાં લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. 

ટોસ હારીને પહેલાં બેટીંગ કરતાં શ્રીલંકાની ટીમે 50 ઓવરોમાં ઓલ આઉટ થાય ત્યાં સુધી 173 રન બનાવ્યા. આ દરમિયાન અમા કંચનાએ 47 રનની ઇનિંગ રમી. તેમણે 83 બોલનો સામનો કરતાં 2 ચોગ્ગા ફટકાર્યા. ડી સિલ્વાએ 62 બોલમાં 32 રન બનાવ્યા. તેમણે ત્રણ ચોગ્ગા ફટકાર્યા. અટ્ટાપટ્ટૂએ 45 બોલનો સામનો કરતાં 27 રન બનાવ્યા. તેમની આ ઇનિંગમાં ત્રણ ચોગ્ગા સામેલ રહ્યા. 

ટીમ ઇન્ડીયા માટે રેણુકા સિંહે સારી બોલીંગ કરી. તેમણે 10 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી. રેણુકાએ એક મેડન ઓવર પણ નિકાળી. મેઘના સિંહે 10 ઓવરમાં 43 રન આપીને 2 વિકેટ લીધી. દિપ્તી શર્માએ 10 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news