T20 WC: ભારત સેમીફાઈનલમાં પણ નહીં પહોંચે.... આ દિગ્ગજે ટી20 વિશ્વકપ માટે કરી મોટી ભવિષ્યવાણી
ટી20 વિશ્વકપ માટે દરેક દેશ પોત-પોતાની ટીમની જાહેરાત કરી રહ્યો છે. ભારતીય ટીમની જાહેરાત પણ થઈ ગઈ છે. આ વચ્ચે ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે ટી20 વિશ્વકપ 2024ના સેમીફાઈનલ માટે પોતાની ભવિષ્યવાણી કરી છે. તેણે જે ચાર ટીમ જણાવી છે, તેમાં ભારતીય ટીમ સામેલ નથી.
Trending Photos
નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2024 માટે એક તરફ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે તો બીજીતરફ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચનારી ચાર ટીમોની ભવિષ્યવાણી કરી દીધી છે. ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર માઈકલ વોને જે 4 ટીમોને સેમીફાઈનલમાં પહોંચવાની દાવેદાર ગણાવી છે તેમાં ભારતીય ટીમનું નામ સામેલ નથી. પરંતુ આ ઓછી ચોંકાવનારી વાત છે કારણ કે માઈકલ વોન હંમેશા આ પ્રકારની વાત સોશિયલ મીડિયા પર કરતો રહે છે અને ઘણીવાર તે ભારત વિરુદ્ધ હોય છે.
માઈકલ વોને પોતાના પ્રિડિક્શનમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝને સામેલ કર્યાં છે. તેણે એક્સ પર લખ્યું- ટી20 વિશ્વકપ 2024 માટે મારી 4 ટીમો..... ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ. નોંધનીય છે કે ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને 2010માં પણ ટ્રોફી જીતી ચૂક્યું છે. તેણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલ વિશ્વકપ-2022ની ટ્રોફી કબજે કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 2021માં ટાઈટલ કબજે કર્યું હતું તો વેસ્ટ ઈન્ડિઝ બે વખતની ચેમ્પિયન છે.
My 4 Semi finalists for the T20 WC … England,Austrlalia,South Africa and the West Indies .. #T20WC2024
— Michael Vaughan (@MichaelVaughan) May 1, 2024
ઈંગ્લેન્ડ (B),ઓસ્ટ્રેલિયા (B),સાઉથ આફ્રિકા (D)અને વેસ્ટ ઈન્ડિઝ (C)બધા એક જ સુપર-8 ગ્રુપમાં સામેલ છે. માઈકલ વોનની પોસ્ટ પર ભારતીય ક્રિકેટ ફેન્સ તૂટી પડ્યા છે. ઘણી આક્રમક પ્રતિક્રિયા મળી રહી છે. આ રીતે બે મોટી એશિયન ટીમને બહાર કર્યાં બાદ તેણે ફેન્સના મોટા વર્ગને પોતાની વિરુદ્ધ કરી લીધો છે. એક યૂઝરે કોમેન્ટ કરી કે રોહિત શર્માની ટીમ આવશે અને ટ્રોફી જીતી લાવશે.
તો કેટલાક ફેન્સ એવા પણ છે, જે માઈકલ વોનથી સહમત જોવા મળી રહ્યાં છે અને તેનું માનવું છે કે ભારતીય ટીમની પસંદગી બરોબર થઈ નથી. કેટલાકે રિંકૂ સિંહનું નામ ન હોવા પર નિરાશા વ્યક્ત કરી છે તો કેટલાક રાહુલને સામેલ ન કરતા નિરાશ છે.
ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજૂ સેમસન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઇસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
રિઝર્વઃ શુભમન ગિલ, રિંકૂ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે