IND vs ZIM Live Update: ભારતે ઝિમ્બાબ્વેને જીત માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો, શુભમન ગિલની શાનદાર સદી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી વનડે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝ જીતી ચૂકી છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાની ઈચ્છા રાખી રહી છે. ભારત પાસે અનેક એવા ખેલાડીઓ છે જે સિરીઝ જીતાડી શકે છે. 

IND vs ZIM Live Update: ભારતે ઝિમ્બાબ્વેને જીત માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો, શુભમન ગિલની શાનદાર સદી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રીજી વનડે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ સિરીઝ જીતી ચૂકી છે. આ મેચ જીતીને ભારતીય ટીમ ક્લીન સ્વીપ કરવાની ઈચ્છા રાખી રહી છે. ભારત પાસે અનેક એવા ખેલાડીઓ છે જે સિરીઝ જીતાડી શકે છે. 

290 રનનો ટાર્ગેટ આપ્યો
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમે 8 વિકેટ ગુમાવીને 289 રન કર્યા. જેમાં શુભમન ગિલની સદી સામેલ છે. ભારતે ઝિમ્બાબ્વેની ટીમને જીતવા માટે 290 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓપનિંગમાં આવેલા શિખર ધવને 68 બોલમાં 40 રન કર્યા, કે એલ રાહુલે 46 બોલમાં 30 રન, શુભમન ગિલે 97 બોલમાં 130 રન, ઈશાન કિશને 50 રનનું યોગદાન આપ્યું. જ્યારે બ્રાડ ઈવન્સે ભારતને તેની ઘાતક બોલિંગથી કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કર્યો. તેણે 54 રનમાં 5 વિકેટ લીધી. 

શુભમન ગિલે ફટકારી સદી
શુભમન ગિલે આજની મેચમાં સદી ફટકારી. ગિલની આ પહેલી સદી છે. તેણે 82 બોલમાં 100 રન કર્યા. 

ભારતે ટોસ જીત્યો
ભારતના કેપ્ટન કે એલ રાહુલે ટોસ જીતી લીધો છે અને સિરીઝમાં પહેલીવાર ટોસ જીતી બેટિંગનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમ ઝિમ્બાબ્વેને હરાવીને ક્લીન સ્વીપ કરવા માંગે છે. 

ભારતીય ટીમમાં બે ફેરફાર
કેપ્ટન કે એલ રાહુલે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. આવેશ ખાન અને દીપક ચાહરને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળી છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધિ કૃષ્ણાને બહાર બેસાડ્યા છે. 

A look at our Playing XI for the game. Two changes for #TeamIndia

Avesh Khan and Deepak Chahar in for Siraj and Prasidh.

— BCCI (@BCCI) August 22, 2022

ભારતની પ્લેઈંગ ઈલેવન
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, સંજૂ સેમસન, દીપક હુડ્ડા, ઈશાન કિશન, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન, દીપક ચાહર, કુલદીપ યાદવ.

ઝિમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવન
રેગિસ ચાકાબ્વા (કેપ્ટન અને વિકેટ કિપર), તાકુડ્ઝવાનાશે કાઈટાનો, ઈનોસેન્ટ કાઈયા, શોન વિલિયમ્સ, સિકંદર રઝા, ટોની મુનયોંગા, રિયાન બર્લ, લ્યૂક જોંગ્વે, બ્રાડ ઈવાન્સ, રિચાર્ડ નગારલા, વિક્ટર ન્યાઉચી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news