INDvsWI: ભારતે કર્યા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ, 2-0થી જીતી ટેસ્ટ સીરીઝ

ભારતે જમૈકાના સબીના પાર્કમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 257 રનના મોટા અંકોથી હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયામાં હનુમા વિહારીને નાબાદ 111 અને વિરાટ કોહલીના 76 તેમજ ઇશાંત શર્માની 57 રનનોની ઇનિંગના કારણે ભારતનો 416 રનનો સ્કોર બન્યો હતો

INDvsWI: ભારતે કર્યા વેસ્ટ ઇન્ડિઝના સૂપડા સાફ, 2-0થી જીતી ટેસ્ટ સીરીઝ

નવી દિલ્હી: ભારતે જમૈકાના સબીના પાર્કમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડિઝને 257 રનના મોટા અંકોથી હરાવી સીરીઝ 2-0થી જીતી લીધી છે. આ મેચમાં ટીમ ઇન્ડિયામાં હનુમા વિહારીને નાબાદ 111 અને વિરાટ કોહલીના 76 તેમજ ઇશાંત શર્માની 57 રનનોની ઇનિંગના કારણે ભારતનો 416 રનનો સ્કોર બન્યો હતો. ત્યારબાદ બુમરાહની ઘાતક બોલિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝને પહેલી ઇનિંગ્સમાં 117 રનો પર જ સમેટાઇ ગઇ હતી.

— ESPNcricinfo (@ESPNcricinfo) September 2, 2019

299 રનની લીડ હાંસલ કર્યા બાદ ભારતે વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓન ના આપ્યું અને બજીવાર બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમે 4 વિકેટ પર 168 રન બનાવી ઇનિંગ્સની જાહેર કરી અને મેજબાન ટીમને 468 રનનો ટાર્ગેટ આપ્યો. જેનો પીછો કરવા આવેલી કેરેબિયન ટીમ બીજી ઇનિંગ્સમાં 210 રન પર જ ઓલાઉટ થઇ ગઇ હતી. આ સાથે જ કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે ચોથા દિવસે જ જીત હાંસલ કરી લીધી હતી.

— ESPNcricinfo (@ESPNcricinfo) September 2, 2019

આ ભારત- વેસ્ટ ઇન્ડિઝ સીરીઝની છેલ્લી મેચ પણ હતી. ટીમ ઉપરાંત ભારતીય ક્રિકેટરો, ખાસ કરીને વિરાટ કોહલીએ એક એવો રેકોર્ડ બનાવ્યો જેનાથી તે દેશનો નંબર-1 કેપ્ટન બની ગયો છે.

— Sachin Tendulkar (@sachin_rt) September 2, 2019

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારતે અત્યાર સુધી 48 ટેસ્ટ મેચ રમી છે. તે ભારતની તરફથી સોથી વધારે ટેસ્ટ મેચ કેપ્ટનશીપ કરવાના મામલે સંયુક્ટ રીતે ત્રીજા નંબર પર છે. આ ઉપરાંત મોહમ્મદ અઝહરુદ્દીન અને સુનીલ ગાવસ્કર પણ 47-47 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી ચુક્યા છે. એમએસ ધોની (MS Dhoni) આ મામલે પહેલા નંબર પર છે. તેણે 60 અને સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ 49 ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ કરી છે.

— ESPNcricinfo (@ESPNcricinfo) September 2, 2019

વિરાટ કોહલી સૌથી વધુ મેચમાં કેપ્ટનશીપ કરવાના મામલે ભલે સંયુક્ત રીતે ત્રીજા નંબર હોય, પરંતુ તે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલે સંયુક્ત રીતે પહેલા નંબર પર છે. ભારતે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં 28 મેચ જીતી છે. જ્યારે એમએસ ધોની ભારતના કેપ્ટન તરીકે 27 મેચ જીતી ચુક્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news