ટીમ ઇન્ડીયાનો દિવાળી પહેલાં ધમાકો, સાઉથ આફ્રીકાનો 3-0થી સફાયો

ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દિવાળી પહેલાં ટીમ ઇન્ડીયાએ દેશવાસીઓને મહાજીતની ભેટ આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની સેના સાઉથ કોહલીની સેનાએ સાઉથ આફ્રીકાના 3-0થી સૂપડા સાફ કરી દીધા છે. મંગળવારે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી માત આપી છે. ભારતે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી છે. 
ટીમ ઇન્ડીયાનો દિવાળી પહેલાં ધમાકો, સાઉથ આફ્રીકાનો 3-0થી સફાયો

નવી દિલ્હી: ભારતમાં દિવાળીની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. દિવાળી પહેલાં ટીમ ઇન્ડીયાએ દેશવાસીઓને મહાજીતની ભેટ આપી છે. ત્રણ મેચની ટેસ્ટ સીરીઝમાં વિરાટ કોહલીની સેના સાઉથ કોહલીની સેનાએ સાઉથ આફ્રીકાના 3-0થી સૂપડા સાફ કરી દીધા છે. મંગળવારે રાંચી ટેસ્ટના ચોથા દિવસે ભારતે સાઉથ આફ્રીકાને ઇનિંગ અને 202 રનથી માત આપી છે. ભારતે ટેસ્ટ સીરીઝ જીત્યા બાદ ફ્રીડમ ટ્રોફી સોંપવામાં આવી છે. 

— BCCI (@BCCI) October 21, 2019

ભારતીય ટીમે ટેસ્ટ સીરીઝમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ 203 રનથી જીતી લીધી હતી. ત્યારબાદ પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ ઇનિંગ તથા 137 રનથી પોતાના નામે કરી લીધી હતી. હવે તે સતત બીજી ટેસ્ટમાં ઇનિંગ લાંબા અંતરથી જીતની નજીક છે. જો ભારત ત્રીજી ટેસ્ટ (Ranchi Test) જીતે છે તો તે સીરીઝ 3-0થી પોતાના નામે કરી લેશે. એટલે કે તે સીરીઝમાં ક્લીન સ્વીપ કરશે.  ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે પ્રથમ ટેસ્ટ સીરીઝમાં 2-0થી જરૂર હરાવી ચૂકી છે. 

The debutant picks up the final wicket and South Africa are all out for 162 runs.#TeamIndia lead by 335 runs #INDvSA pic.twitter.com/LtgXHmbyt8

— BCCI (@BCCI) October 21, 2019

ભારતે દક્ષિણ આફ્રીકા સાથે અત્યાર સુધી 13માંથી ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી છે. તે આ વખતે દક્ષિણ આફ્રીકાને ક્લીન સ્વીપ પર ચોથી સીરીઝ પોતાના નામે પોતાને નામે કરશે. દક્ષિણ આફ્રીકાએ ભારતને સાત વખત ટેસ્ટ સીરીઝમાં હરાવ્યું છે. બાકી ત્રણ સીરીઝ ડ્રો ખતમ થઇ હતી. 

ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે અત્યાર સુધી 38 ટેસ્ટ મેચ રમાઇ છે. તેમાંથી 15 મેચ દક્ષિણ આફ્રીકા જીત્યું છે. ભારતીય ટીમે 13 મેચ જીતી છે. રાંચી ટેસ્ટ જીતીને તે પોતાની આ સંખ્યાને 14 પહોંચાડી દેશે. બંને દેશોમાં વચ્ચે 10 ટેસ્ટ ડ્રો રહી છે. 

ભારતીય ટીમ પાસે 2019માં સૌથી વધુ ટેસ્ટ જીતવાની તક છે. હાલ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇગ્લેંડ 4-4 મેચ જીતીને બરાબરી પર છે. ભારત જો રાંચી ટેસ્ટ જીતે છે તો આ તેની આ વર્ષની પાંચમી જીત હશે. ભારતે આ વર્ષે કુલ છ ટેસ્ટ મેચ રમી છે. તેણે દક્ષિણ આફ્રીકાથી પહેલાં વેસ્ટઇન્ડીઝને સતત બીજી ટેસ્ટ મેચોમાં હરાવી હતી. તેની વર્ષની પ્રથમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સાથે હતી, જે ડ્રો પુરી થઇ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news