IND vs SA: સિરીઝ હારનો સૌથી મોટો ગુનેગાર રહ્યો આ ખેલાડી, અન્ય પ્લેયર્સની મહેનત પર ફેરવ્યું પાણી
IND vs SA: ટીમ ઈન્ડિયાને આફ્રિકાએ બીજી વનડે મેચમાં 7 વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે યજમાન ટીમે વનડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. આ ખેલાડી ભારતની હારનો જવાબદાર રહ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા (Team India) એ દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની વનડે સિરીઝના બીજા મુકાબલામાં 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે ભારતીય ટીમે વનડે બાદ ટેસ્ટ સિરીઝ પણ ગુમાવી દીધી છે. મહત્વનું છે કે ભારતને પ્રથમ વનડેમાં આફ્રિકાએ 31 રનથી પરાજય આપ્યો હતો. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓનું પ્રદર્શન ખરાબ રહ્યું. પરંતુ એક ખેલાડી એવો છે જે ભારતની આ સિરીઝ હારનો સૌથી મોટો જવાબદાર છે.
આ છે સિરીઝ હારનો સૌથી મોટો ગુનેગાર
વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાની હારનો સૌથી મોટો જવાબદાર ખેલાડી શ્રેયસ અય્યર (Shreyas Iyer) રહ્યો. અય્યર બંને વનડેમાં ફ્લોપ રહ્યો અને તેને ટીમમાં સામેલ કરવાના કેએલ રાહુલના નિર્ણયને ખોટો સાબિત કર્યો છે. પ્રથમ વનડેમાં જ્યારે ટીમ લક્ષ્યનો પીછો કરી રહી હતી તો અય્યર પાસે આશા હતી કે કોહલી અને ધવને આપેલી સારી શરૂઆતને આગળ જાળવી રાખે, પરંતુ તે માત્ર 17 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ મેચ ગુમાવી હતી.
બીજી વનડેમાં પણ રહ્યો ફ્લોપ
બીજી વનડેમાં પણ ટીમને જ્યારે જરૂર હતી ત્યારે અય્યર સસ્તામાં આઉટ થઈ ગયો હતો. બીજી વનડેમાં અય્યર માત્ર 11 રન બનાવી શક્યો હતો. એક સમયે ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે અય્યરે મોટી ઈનિંગ રમી સ્કોર 300ને પાર કરાવવાની જરૂર હતી. સતત બે મેચમાં ફ્લોપ રહ્યાં બાદ હવે અય્યર પર પણ સવાલ ઉઠી રહ્યાં છે.
ભારતીય બોલરો શરૂઆતથી પોતાની લયમાં જોવા મળ્યા નહીં અને આફ્રિકી બેટરોએ ચારે તરફ શોટ્સ ફટકાર્યા હતા. ભુવનેશ્વર કુમાર મોંઘો સાબિત થયો અને તેણે સૌથી વધુ રન આપ્યા હતા. ભુવી એકપણ સફળતા મેળવી શક્યો નહીં. ભારત તરફથી બુમરાહ, શાર્દુલ અને ચહલને એક-એક વિકેટ મળી હતી. બુમરાહ સિવાય તમામ બોલર પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યાં હતા.
પંતની મહેનત પર પાણી ફેરવ્યું
સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતે 287 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન રિષભ પંતે બનાવ્યા હતા. પંતે 71 બોલમાં 85 રનની ઈનિંગ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 2 સિક્સ સામેલ છે. આ સિવાય કેપ્ટન રાહુલે 55 રનનું યોગદાન આપ્યું હતું. વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. શિખર ધવન 29 રન બનાવી આઉટ થયો હતો. અય્યરે 11 અને વેંકટેશ અય્યરે 22 રન બનાવ્યા હતા. અંતમાં શાર્દુલ ઠાકુકે અણનમ 40 અને અશ્વિને 25 રન બનાવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે