નવા ફોર્મેટમાં અમેરિકામાં રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને

IND vs PAK: આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આયોજિત થનારા T20 વર્લ્ડ કપ (T20 World Cup-2024)નું સત્તાવાર શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત અને કમાન વચ્ચે આ ICC ટૂર્નામેન્ટનો મુકાબલો 9 જૂને રમાશે. 

નવા ફોર્મેટમાં અમેરિકામાં  રમાશે T20 World Cup, ફરી એકવાર IND vs PAK આમને-સામને

India vs Pakistan, T20 World Cup Schedule : T20 વર્લ્ડ કપ (T20 World Cup-2024) આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે. આ ICC ટૂર્નામેન્ટનું સત્તાવાર શેડ્યૂલ હજી જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત અને કટ્ટર હરીફ પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ 9 જૂને રમાશે.

4 જૂનથી શરૂ થશે T20 વર્લ્ડ કપ 
ભારતને  જૂનમાં યોજાનાર ટી20 વર્લ્ડકપ માટે ગ્રુપ-એ માં પાકિસ્તાન, યજમાન અમેરિકા, આયર્લેન્ડ અને કેનેડા સાથે રાખવામાં આવ્યું છે. આ ICC T20 ક્રિકેટ ટુર્નામેન્ટ 4 જૂનથી શરૂ થશે, જેની ફાઈનલ 30 જૂને યોજાશે. વર્તમાન ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ અને ઓમાન સાથે ગ્રુપ બીમાં છે.

ન્યૂયોર્કમાં ભારત-પાક મેચ યોજાશે!
'ધ ટેલિગ્રાફ'ના અહેવાલ મુજબ ગ્રુપ Aની તમામ મેચો અમેરિકામાં રમાશે. દરેકની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છે. રિપોર્ટ અનુસાર, આ મેચ ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં રમાશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે કરશે, જ્યારે 2007ની ચેમ્પિયન ટીમ 9 જૂને પાકિસ્તાન સામે ટકરાશે. છેલ્લી વખત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે T20 વર્લ્ડ કપ-2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી.

આ હશે T20 વર્લ્ડ કપનું ફોર્મેટ!
રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડ કપના પ્રારંભિક રાઉન્ડ માટે તમામ 20 ટીમોને 5-5ના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર 8 એટલે કે બીજા તબક્કામાં આગળ વધશે. ત્યારબાદ આઠ ટીમોને 4-4ના બે પૂલમાં વહેંચવામાં આવશે. સુપર-8 માટેનો ડ્રો અગાઉથી જાહેર કરવામાં આવશે અને ટીમોને તેમના પ્રી-ટૂર્નામેન્ટ રેન્કિંગ અનુસાર જૂથો આપવામાં આવશે.

ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, અમેરિકા
ગ્રુપ બી: ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન
ગ્રુપ સી: ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની
ગ્રુપ ડી: દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news