IND vs ENG T20 World Cup SF: સેમીફાઇનલમાં કરોડો ભારતીયોનું દિલ તૂટ્યું, ઇગ્લેંડની ધમાકેદાર ઇનિંગ

India vs England 2022 T20 Live:  ભારતે પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ઇગ્લેંડને જીત માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ ઇગ્લેંડ વિરૂદ્ધ સેમીફાઇનલમાં ખૂબ જ શાનદાર બેટીંગ કરી હતી. તેમણે સેમીફાઇનલમાં ઇગ્લેંડ વિરૂદ્ધ તોફાની ફીફ્ટી ફટકારી હતી. 

IND vs ENG T20 World Cup SF: સેમીફાઇનલમાં કરોડો ભારતીયોનું દિલ તૂટ્યું, ઇગ્લેંડની ધમાકેદાર ઇનિંગ

IND vs ENG T20 2nd Semi Final Live Updates:ભારત અને ઇગ્લેંડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2022 ની સેમીફાઇનલ મેચ એડિલેડ ઓવલ મેદાન પર રમાઇ રહી છે. ઇગ્લેંડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીત્યો અને ભારતને બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે. જે પણ ટીમ જીત, ખિતાબી મુકાબલામાં એન્ટ્રી મારશે જ્યાં તેની ટક્કર પાકિસ્તાન સાથે થશે. પાકિસ્તાને પહેલાં સેમીફાઇનલમાં ન્યૂઝિલેંડને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી છે. ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશિપમાં રમાઇ રહેલી ભરતીય ટીમે સુપર 12 રાઉન્ડના ગ્રુપ 2 માં ટોપ રહેતા સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો તો બીજી તરફ ઇગ્લેંડે ગ્રુપ 1 માં બીજા નંબર પર રહેતા ક્વાલિફાઇ કરી. ટીમ ઇન્ડીયાએ સુપર 12 રાઉન્ડમાં ફક્ત એક મેચ હારી અને 4 મુકાબલા જીત્યા. તેને એકમાત્ર હાર દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ મળી. તો બીજી તરફ ઇંગ્લેંડે 5 માંથી 3 મેચ જીતી અને એક હારી. ઇંગ્લેંડનો અફઘાનિસ્તાન વિરૂદ્ધ મેચ વરસાદના કારણે રદ થઇ ગઇ હતી.

ભારતે પ્રથમ બેટીંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ઇગ્લેંડને જીત માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. હાર્દિક પંડ્યાએ ઇગ્લેંડ વિરૂદ્ધ સેમીફાઇનલમાં ખૂબ જ શાનદાર બેટીંગ કરી હતી. તેમણે સેમીફાઇનલમાં ઇગ્લેંડ વિરૂદ્ધ તોફાની ફીફ્ટી ફટકારી હતી. 

14 ઓવર બાદ ઇંગ્લેંડનો સ્કોર 154/0
ઇગ્લેંડ ટીમે 14 ઓવર બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 154 રન બનાવી લીધા છે. જોસ બટલર 70 રન અને એલેક્સ હેલ્સ 80 રન બનાવીને ક્રીજ પર છે.

13 ઓવર બાદ ઇંગ્લેંડનો સ્કોર 140/0
ઇગ્લેંડ ટીમે 13 ઓવર બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 140 રન બનાવી લીધા છે. જોસ બટલર 56 રન અને એલેક્સ હેલ્સ 80 રન બનાવીને ક્રીજ પર છે.

12 ઓવર બાદ ઇંગ્લેંડનો સ્કોર 123/0
ઇગ્લેંડ ટીમે 12 ઓવર બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 123 રન બનાવી લીધા છે. જોસ બટલર 42 રન અને એલેક્સ હેલ્સ 77 રન બનાવીને ક્રીજ પર છે.

11 ઓવર બાદ ઇંગ્લેંડનો સ્કોર 108/0
ઇગ્લેંડ ટીમે 11 ઓવર બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 108 રન બનાવી લીધા છે. જોસ બટલર 38 રન અને એલેક્સ હેલ્સ 66 રન બનાવીને ક્રીજ પર છે.

10 ઓવર બાદ ઇંગ્લેંડનો સ્કોર 98/0
ઇગ્લેંડ ટીમે 10 ઓવર બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 98 રન બનાવી લીધા છે. જોસ બટલર 37 રન અને એલેક્સ હેલ્સ 57 રન બનાવીને ક્રીજ પર છે.

9 ઓવર બાદ ઇગ્લેંડનો સ્કોર 91/0
ઇંગ્લેંડ ટીમે 9 ઓવર બાદ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 91 રન બનાવી લીધા છે. જોસ બટલર 36 રન અને એલેક્સ હેલ્સ 51 રન બનાવીને ક્રીજ પર ઉપલબ્ધ છે.  

8 ઓવર બાદ ઇગ્લેંડનો સ્કોર 84/0 
8 ઓવરમાં બાદ ઇંગ્લેડનો સ્કોર એકપણ વિકેટના નુકસાન વિના 84 રન બનાવી લીધા છે. જોસ બટલર 30 રન અને એલેક્સ હેલ્સ 50 રન બનાવીને ક્રીજ પર છે. 

એલેક્સે પુરી કરી ફીફ્ટી
ઇંગ્લેંડના ઓપનર એલેક્સ હેલ્સ વિસ્ફોટક બેટીંગ કરી રહ્યા છે. તેમણે સેમીફાઇનલ મેચમાં શાનદાર ફીફ્ટી ફટકારી છે. તેમની અને કેપ્ટન જોસ બટલરની ભાગીદારીએ મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 

7 ઓવર બાદ ઇંગ્લેંડનો સ્કોર 75/0
ઇંગ્લેંડની ટીમે 7 ઓવર બાદ એકપણ વિકેટના નુકસાન વિના 75 રન બનાવી લીધા છે. જોસ બટલર 29 રન અને એલેક્સ હેલ્સ 42 રન બનાવીને ક્રીજ પર છે.

પાવરપ્લેમાં ડ્રાઇવિંગ સીટ પર ઇંગ્લેંડ
પાવરપ્લે બાદ ઇંગ્લેંડ ડ્રાઇવિંગ સીટ પર છે. પાવરપ્લે ઇંગ્લેંડે એકપણ વિકેટ ગુમાવી નથી. ઇંગ્લેડ ટીમે 6 ઓવર બાદ એકપણ વિકેટના નુકસાન વિના 63 રન બનાવી લીધા છે. જોસ બટલર 28 રન અને એલેક્સ હેલ્સ 33 રન બનાવીને ક્રીજ પર છે. 

4 ઓવરમાં ઇગ્લેંડનો સ્કોર 41/0
ઇગ્લેંડની ટીમે 4 ઓવર બાદ 41 રન બનાવી એકપણ વિકેટ ગુમાવી નથી. જોસ બટલર 24 રન અને એલેક્સ હેલ્થ 15 રન બનાવીને ક્રીઝ પર છે.

3 ઓવરમાં ઇગ્લેંડનો સ્કોર 33/0
ઇગ્લેંડની ટીમે 3 ઓવર બાદ 33 રન બનાવી એકપણ વિકેટ ગુમાવી નથી. જોસ બટલર 18 રન અને એલેક્સ હેલ્થ 13 રન બનાવીને ક્રીઝ પર છે.

2 ઓવરમાં ઇગ્લેંડનો સ્કોર 21/0
ઇગ્લેંડની ટીમે 2 ઓવર બાદ 21 રન બનાવી એકપણ વિકેટ ગુમાવી નથી. જોસ બટલર 17 રન અને એલેક્સ હેલ્થ 2 રન બનાવીને ક્રીઝ પર છે.

1 ઓવરમાં ઇગ્લેંડનો સ્કોર 13/0
ઇગ્લેંડની ટીમે 1 ઓવર બાદ 13 રન બનાવી એકપણ વિકેટ ગુમાવી નથી. જોસ બટલર 12 રન અને એલેક્સ હેલ્થ 0 રન બનાવીને ક્રીઝ પર છે.

India Vs England Live: ભારત અને ઇગ્લેંડ વચ્ચે સેમીફાઇનલ મેચ અપડેટ

ઋષભ પંત આઉટ, ભારતે ગુમાવી પાંચમી વિકેટ
ભારતે ઋષભ પંતના રૂપમાં પાંચમી વિકેટ ગુમાવી છે. પંતે મેચની અંતિમ ઓવરમાં રન આઉટ થયો હતો. તેમણે 4 બોલમાં છ રન બનાવ્યા. પંતે દિનેશ કાર્તિકની જગ્યાએ આ મુકાબલામાં સ્થાન મળ્યું હતું પરંતુ તેમણે નિર્શાન કર્યા. 

ભારતીય ટીમના 150 રન પુરા
ટીમ ઇન્ડીયાએ હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની તાબડતોડ ઇનિંગના લીધે પોતાના 150 રન પુરા કરી લીધા છે. તેના લીધે ટીમ ઇન્ડીયા મોટા સ્કોર તરફ આગળ વધી રહી છે. 

IND vs ENG Live Score: રાશિદે સૂર્યાને ફસાવ્યો
WICKET: સ્પીનર આદિલ રાશિદે પોતાની ચોથી (ઇનિંગના 12મા) ઓવરમાં સૂર્યકુમાર યાદવને ફસાવ્યો. ઓવરના બીજા બોલ પર સૂર્યાને ફિલિપ સાલ્ટે કેચ કર્યો. તેમણે 10 બોલમાં એક ચોગ્ગો અને એક સિક્સરની મદદથી 14 રન બનાવ્યા. ભારતની ત્રીજી વિકેટ 75 રનના ટીમ સ્કોર પર પડી. હાર્દિક પંડ્યા બેટીંગમાં ઉતર્યા. 

10 ઓવર બાદ ભારતનો સ્કોર 62.2
સ્પિનર આદિલ રાશિદે ત્રીજી (ઇનિંગની 10) ઓવરમાં કુલ 5 રન બન્યા. ભારતે 10 ઓવરમાં 2 વિકેટ ખોલીને 62 રન બનાવી લીધા છે. હાલ વિરાટ કોલહી 26 અને સૂર્યકુમાર યાદવ 3 રન બનાવીને ક્રીઝ પર છે. 

India vs England T20 World Cup SF: ભારતને લાગ્યો બીજો આંચકો
WICKET: ભારતને 56 રનના ટીમ સ્કોર પર લાગ્યો બીજો આંચકો, ક્રિસ જોર્ડનની ચાલમાં ફસાઇ ગયા કેપ્ટન રોહિત શર્મા. રોહિતે ઇનિંગની 9મી ઓવરના 5મા બોલ પર લાંબો શોટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ સેમ કરેને લોન્ગ ઓન પર દોડીને તેમનો કેચ ઝડપી લીધો. રોહિતે 28 બોલ પર 4 ચોગ્ગાની મદદથી 27 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ બેટીંગ માટે ઉતર્યા. 

ભારતની ફિફ્ટી પુરી
સ્પિનર આદિલ રાશિદના બીજી (ઇનિંગની 8મી) ઓવરમાં કુલ 5 રન બન્યા. ભારતે પોતાના 50 અરન 7.5 ઓવરમાં પુરા કર્યા. ટીમ ઇન્ડીયાએ 8 ઓવરમાં 1 વિકેટ ખોલીને 51 રન બનાવી લીધી છે. હાલ કેપ્ટન રોહિત શર્મા 23 અને વિરાટ કોહલી 22 રન બનાવીને ક્રીજ પર છે. 

IND vs ENG Semifinal: ઇગ્લેંડની પ્લેઇંગ-XI માં બે ફેરફાર
ઇગ્લેંડની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ડેવિડ મલાન અને માર્ક વૂડને ઈજાના કારણે બહાર થવું પડ્યુંછે. પ્લેઈંગ ઈલેવન: જોસ બટલર (વિકેટ કિપર/કેપ્ટન), એલેક્સ હેલ્સ, ફિલિપ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કેરેન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ

IND vs ENG Playing XI: પંત કરશે વિકેટકીપિંગ
રોહિત શર્માએ પ્લેઇંગ-XI માં કોઇ ફેરફાર કર્યો નથી. ભારતની પ્લેઇંગ ઇલેવન:  કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકિપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news