બીજી ટેસ્ટમાં 4 દિવસમાં જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી દીધી, અશ્વિન-બુમરાહે મચાવી ધમાલ

ભારતે ઈંગ્લેન્ડને વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં 106 રનથી માત આપી છે. મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશટીમ 292 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ.

બીજી ટેસ્ટમાં 4 દિવસમાં જ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી દીધી, અશ્વિન-બુમરાહે મચાવી ધમાલ

ભારતે ઈંગ્લેન્ડને વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચમાં 106 રનથી માત આપી છે. મેચમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લિશટીમ 292 રન પર પેવેલિયન ભેગી થઈ ગઈ. વાઈઝેગ (વિશાખાપટ્ટનમ) ટેસ્ટમાં સમગ્ર દુનિયાએ 'BAZBALL' નો દમ નીકળતો જોયો. 600 રનનો ટાર્ગેટ હોય તો પણ ચેઝ કરી લેવાનો દમ ભરનારી ઈંગ્લેન્ડની ટીમે બીજી ટેસ્ટમાં સજ્જડ હારનો સામનો કરવો પડ્યો. ભારતે ચાર દિવસમાં જ ટેસ્ટ મેચ જીતી લીધી અને પાંચ મેચોની સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી. 

જબરદસ્ત ધોબીપછાડ
ભારતે આ સાથે જ ઈંગ્લેન્ડ જોડેથી પહેલી ટેસ્ટ મેચનો હારનો બદલો પણ લઈ લીધો. હૈદરાબાદમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને 28 રનથી હરાવ્યું હતું. જો કે બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાના આક્રમક તેવર દેખાડી 'BAZBALL' ના પડકારને ધ્વસ્ત કરી દીધો. અત્રે જણાવવાનું કે તાજેતરમાં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ ઈન્ડરસનનું કહેવું હતું કે ઈંગ્લિશ ખેલાડીઓ સાથે કોચ બ્રેન્ડન મેક્કુલમની ચર્ચા થઈ હતી કે જો ભારત 600 રનનો ટાર્ગેટ આપે તો પણ અમે તેને હાંસલ કરવાની કોશિશ કરીશું. મેચમાં 180 ઓવર બચ્યા છે અને અમે ટાર્ગેટને 60 કે 70 ઓવરમાં ચેઝ કરવાની કોશિશ કરીશું. 

— ANI (@ANI) February 5, 2024

ભારતે લીધો બદલો
ભારતીય ટીમે વાઈઝેગ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને જીત માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચોથી ઈનિંગમાં આજ સુધી ભારતમાં ક્યારેય આટલો મોટો સ્કોર ચેઝ થયો નથી. 399 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 292 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતે આ મેચને 106 રનથી જીતી લીધી. આ અગાઉ 143 રનની મહત્વની લીડ મેળવતા ભારતે આ બીજી ઈનિંગમાં શુભમન ગિલની સદીની મદદથી 255 રન કર્યા હતા. શુભમને શાનદાર સદી ફટકારતા 104 રન કર્યા હતા. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 55.5 ઓવરમાં 252 રનમાં સમેટાઈ હતી. 

પહેલી ઈનિંગમાં ભારતે કર્યા હતા 396 રન
આ અગાઉ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ઉતરેલી ભારતીય ટીમે પહેલી ઈનિંગમાં 396 રન કર્યા હતા. ભારત માટે ઓપનર યશસ્વી જયસ્વાલે 209 રનની અત્યંત શાનદાર ઈનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની પહેલી બેવડી સદી દરમિયાન 290 બોલમાં 19 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન, શોએબ બશીર, અને રેહાન અહેમદે 3-3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત ટોમ હાર્ટલેએ એક વિકેટ મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news