ENG vs IND: ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, ઈંગ્લેન્ડની ટીમમાં સામેલ થયો કોહલીનો સૌથી મોટો 'દુશ્મન'
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલ એટલે કે 12 ઓગસ્ટથી લોર્ડસના મેદાન પર બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થશે. હાલ પાંચ મેચોની સિરીઝ 0-0થી બરોબર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ (ENG vs IND) 12 ઓગસ્ટથી લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર બીજી ટેસ્ટ મેચ રમવાની છે. પ્રથમ મેચ નોટિંઘમમાં રમાઇ હતી, જે વરસાદને કારણે ડ્રો રહી હતી. પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ હાલ 0-0થી બરોબર છે. ભારત લોર્ડ્સમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ જીતી શ્રેણીમાં 1-0ની લીડ બનાવવા ઈચ્છશે.
ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર
બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટી વાગી ચુકી છે. હકીકતમાં ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ લોર્ડ્સમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા ઓફ સ્પિનર મોઇન અલીને ટીમમાં સામેલ કર્યો છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર મોઇન અલી આજે ટીમ સાથે જોડાઈ શકે છે અને તેને પ્લેઇંગ ઇલેવનમાં સીધી એન્ટ્રી મળી જશે.
કોહલીને 8 વખત આઉટ કરી ચુક્યો છે મોઇન અલી
ટીમ ઈન્ડિયાની બીજી ટેસ્ટ મેચમાં ચિંતા વધી શકે છે. લોર્ડ્સમાં રમાનારી ટેસ્ટ મેચમાં મોઇન અલીને મેદાનમાં ઉતરવાની તક આપવામાં આવી શકે છે. મોઇન અલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ કોહલીને 8 વખત આઉટ કર્યો છે. તેવામાં તે કોહલીની ચિંતા વધારી શકે છે.
કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કરનાર સ્પિનર
9 - આદિલ રશીદ
8 - મોઇન અલી
8 - ગ્રીમ સ્વાન
7 - એડમ ઝમ્પા
7 - નાથન લાયન
કાલથી બીજી ટેસ્ટ મેચ
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના હેડ કોચ ક્રિસ સિલ્વરવુડે કહ્યુ- અમને ખ્યાલ છે કે મોઇન અલી શાનદાર ક્રિકેટર છે અને ધ હંડ્રેટમાં તે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. પરંતુ આ અલગ પ્રકારનું ફોર્મેટ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 12 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે.
ચેન્નઈ ટેસ્ટમાં ઝડપી હતી આઠ વિકેટ
મોઇને આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેન્નઈમાં રમાયેલી ટેસ્ટ મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ તે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની રોટેશન નીતિને કારણે સ્વદેશ પરત ફરી ગયો હતો. ભારતે અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે