મેલબોર્ન જીતીને ભારતીય ટીમે બનાવ્યા આ રેકોર્ડ

ભારતીય ટીમે બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રને હરાવીને ચાર મેચોની સિરીઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. 

મેલબોર્ન જીતીને ભારતીય ટીમે બનાવ્યા આ રેકોર્ડ

મેલબોર્નઃ ભારતે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને 137 રનથી હરાવીને ચાર મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. ભારતે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીતવા માટે 399 રનનો લક્ષ્ય રાખ્યો હતો, જેના જવાબમાં યજમાન ટીમ 261 રન બનાવીને ઓલઆઉટ થી ગઈ હતી. જસપ્રીત બુમરાહને (9 વિકેટ) તેની શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. 

આવો નજર કરીએ ભારતની જીત દરમિયાન બનેલા રેકોર્ડ પર 

- ટેસ્ટ ક્રિકેટમાં ભારતની 150મી જીત અને આવું કરનારી માત્ર પાંચમી ટીમ. ભારતથી વધુ ટેસ્ટ મેચ જીત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝના નામે છે. ભારતે પ્રથમ ટેસ્ટ જીત 1952મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં. 50મી ટેસ્ટ જીત 1994મા શ્રીલંકા વિરુદ્ધ લખનઉમાં. 100મી ટેસ્ટ જીત 2009મા શ્રીલંકા વિરુદ્ધ નાગપુરમાં અને 150મી જીત 2018મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબોર્નમાં મેળવી છે. 

- ભારતીય ઉપમહાદ્વીપ બહાર ભારતે 2018મા ચાર ટેસ્ટ જીતી અને એક વર્ષમાં વિદેશમાં સૌથી વધુ જીત મેળવવાનો પોતોનો જૂનો રેકોર્ડ (1967મા ત્રણ જીત)ને તોડ્યો. 

- ભારતે 2018મા 14 ટેસ્ટ જીતી, જેમાં તેણે 7મા જીત અને સાતમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 

- ભારતીય ફાસ્ટ બોલરોએ 2018મા 10 ટેસ્ટ મેચોમાં 179 વિકેટ લીધી અને પાકિસ્તાન (128 વિકેટ, 1995)નો એશિયન રેકોર્ડ તોડ્યો. ભારત તરફથી 2018મા બુમરાહે 48, શમીએ 47, ઈશાંતે 41, ઉમેશે 20, હાર્દિક પંડ્યાએ 13 અને ભુવનેશ્વર કુમાર 10 વિકેટ ઝડપી છે. તેમાંથી 158 વિકેટ ફાસ્ટ બોલરોએ ભારત બહાર લીધી છે. 

- પ્રથમવાર ભારતના ત્રણ બોલરેએ એક વર્ષમાં 40થી વધુ ટેસ્ટ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવ્યો. 

- વિરાટ કોહલીની ભારતની બહાર 11મી ટેસ્ટ જીત અને આ મામલામાં સૌરવ ગાંગુલી (11)ના ભારતીય રેકોર્ડની બરોબરી કરી છે. 

- ઈશાંત શર્મા (267) ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. તેણે બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડ્યો છે. 

- રવિન્દ્ર જાડેજા (190) ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે 10મા સ્થાન પર પહોંચી ગયો છે. 

- જસપ્રીત બુમરાહે 2018મા સૌથી વધુ 78 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી. તેમાં 48 ટેસ્ટ વિકેટ, 22 વિકેટ વનડે અને 8 ટી20 આંતરરાષ્ટ્રીયમાં ઝડપી છે. 

- રિષભ પંતે આ સિરીઝમાં 20 શિકાર (તમામ કેચ) પૂરા કર્યા અને એક સિરીઝમાં સૌથી વધુ શિકારનો ભારતીય રેકોર્ડ બનાવ્યો. આ મામલાનો વિશ્વ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના બ્રેડ હેડિન (29 શિકાર, 2013 એશિઝ)ના નામે છે. 

- આ સાથે રિષભ પંત (42 શિકાર) ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પર્દાપણના પ્રથમ કર્યા, વધુ શિકાર મામલામાં બ્રેડ હેડિનના રેકોર્ડની બરોબરી કરી છે. 

- ભારતીય ટીમે 2018મા ટેસ્ટ ક્રિકેટમાં વિપક્ષી ટીમને 25 વખત ઓલઆઉટ કરી છે. આ મામલામાં વિશ્વ રેકોર્ડ ઓસ્ટ્રેલિયા (26 વખત, 2005)ના નામે નોંધાયેલો છે. 

- જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટમાં 9 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. 

- 2018મા માત્ર 10.42 ટકા ટેસ્ટ મેચ ડ્રો રહ્યાં અને એક વર્ષમાં સૌથી ઓછા ડ્રોની ટકાવારીનો આ રેકોર્ડ છે. જ્યારે વર્ષમાં 10 કરાત વધુ મેચ રમાઈ હોય. 

- ભારતીય ટીમે માત્ર ત્રીજીવાર ભારતની બહાર ટેસ્ટની બંન્ને ઈનિંગમાં દાવ ડિકલેર કર્યો છે. 

- વિરાટ કોહલીએ 2018મા સૌથી વધુ 1322 ટેસ્ટ રન બનાવ્યા અને આ સિવાય માત્ર શ્રીલંકાનો કુસલ મેન્ડિસ (1023 રન)એ આ વર્ષે 1000 કરતા વધુ રન બનાવ્યા છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news