જ્યારે-જ્યારે સ્ટોઇનિસે બનાવ્યો 50+ સ્કોર, ઓસ્ટ્રેલિયાને મળી હાર

માર્કસ સ્ટોઇનિસે 7 વખત 50થી વધુનો સ્કોર બનાવ્યો છે અને દર વખતે ઓસ્ટ્રેલિયાને હાર મળી છે. 

જ્યારે-જ્યારે સ્ટોઇનિસે બનાવ્યો 50+ સ્કોર, ઓસ્ટ્રેલિયાને મળી હાર

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મંગળવારે રમાયેલી વનડે આંતરરાષ્ટ્રીય સિરીઝના બીજા મેચમાં ભારતે 8 રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ વિરાટ કોહલીની 40મી સદીની મદદથી 250નો સ્કોર બનાવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં નજીક પહોંચી પરંતુ તે અંતિમ ઓવરમાં 242 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓલરાઉન્ડર માક્રસ સ્ટોઇનિસે સૌથી વધુ 52 રન બનાવ્યા પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. આંકડાની વાત કરીએ તો આ ઓલરાઉન્ડરનો 50+નો સ્કોર ઓસ્ટ્રેલિયન ટીમ માટે અનલકી રહ્યો છે. 

વનડે આંતરરાષ્ટ્રીયમાં સ્ટોઇનિસે છ વખત અડધી સદી અને એક સદી ફટકારી છે. પરંતુ તે અજબ સંયોગ છે કે જ્યારે આ ખેલાડી 50+નો સ્કોર બનાવે છે તો તેની ટીમે હારનો સામનો કરવો પડે છે. 

સ્ટોઇનિસે વનડેમાં એક સદી ફટકારી છે. તેણે 2017માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 146 રન બનાવ્યા હતા. આ મેચમાં ઓસ્ટ્રેલિયાનો 6 રને પરાજય થયો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડે 286 રન બનાવ્યા જ્યારે સ્ટોઇનિસની સદીની મદદથી ઓસ્ટ્રેલિયા 280 રન બનાવી શક્યું હતું. સ્ટોઇનિસે અત્યાર સુધી સાત વખત (નાગપુર મેચ સહિત) 50+નો સ્કોર બનાવ્યો છે અને દર વખતે ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. 

મંગળવારે નાગપુરમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમને કેપ્ટન વિરાટ કોહલીએ સદી ફટકારીને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. ઓસ્ટ્રેલિયન ટીમ મેચમાં મજબૂત નજર આવી હતી અને લાગી રહ્યું હતું કે, સ્ટોઇનિસ જીત અપાવી દેશે. પરંતુ વિજય શંકરની શાનદાર બોલિંગની મદદથી ભારતે મેચ જીતી લીધી હતી. 

માર્કસ સ્ટોઇનિસનો 50+ સ્કોર
146* vs ન્યૂઝીલેન્ડ, 2017 (ઓસ્ટ્રેલિયા 6 રનથી હાર્યું)
62* vs ભારત 2017 (ઓસ્ટ્રેલિયા 50 રનથી હાર્યું)
60 vs ઈંગ્લેન્ડ (ઓસ્ટ્રેલિયા 5 વિકેટથી હાર્યું)
56 vs ઈંગ્લેન્ડ (ઓસ્ટ્રેલિયા 16 રનથી હાર્યું)
87 vs ઈંગ્લેન્ડ (ઓસ્ટ્રેલિયા 12 રનથી હાર્યું)
63 vs સાઉથ આફ્રિકા, 2018 (ઓસ્ટ્રેલિયા 40 રનથી હાર્યું)
52 vs ભારત 2019 (ઓસ્ટ્રેલિયા 8 રનથી હાર્યું)

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો પૂર્વ કેપ્ટન સ્ટીવ વોના નામે 18 50+નો સ્કોર છે જેમાં તેની ટીમને હાર મળી છે. જો વિશ્વની વાત કરીએ તો સચિન તેંડુલકર (49) આ લિસ્ટમાં ટોપ પર છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 145 50+નો સ્કોર છે. તેણે 49 સદી ફટકારી છે જેમાં 33માં ભારતને જીત મળી છે. તો 96 અડધી સદી ફટકારી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news