INDvsAUS LIVE: ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 132 રન કર્યા બાદ મેચમાં વરસાદ શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા મેચમાં 16મી ઓવરમાં ભુવનેશ્વર કુમારની ઓવરમાં બે સિક્સ ફટકારનાર નાથન કુલ્ટન આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 18 રન કર્યા હતા. જ્યારે 14મી ઓવરમાં કુલદીપ યાદવે ઓસટ્રેલિયાના એલેક્સ કૈરીને આઉટ કર્યો હતો. 

INDvsAUS LIVE: ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટે 132 રન કર્યા બાદ મેચમાં વરસાદ શરૂ

મેલબોર્ન: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલા મેચમાં 16મી ઓવરમાં ભુવનેશ્વર કુમારની ઓવરમાં બે સિક્સ મારનાર નાથન કુલ્ટન આઉટ થયો હતો. તેણે 9 બોલમાં 18 રન કર્યા હતા. જ્યારે 14મી ઓવરમાં કુલદીપ યાદવે ઓસટ્રેલિયાના એલેક્સ કૈરીને આઉટ કર્યો હતો. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરીઝની બીજીમેચમાં 1માં ઓવરમાં કૃણાલ પંડ્યાએ ગ્લેન મેક્સવેલને બોલ્ડ કરી ઓસ્ટ્રેલીયાની પાંચમી વિકેટ ઝડપી હતી, મેક્સવેલ માત્ર 22 બોલમાં 19 રન કરીને આઉટ થયો હતો. (11 ઓવર)

સતત વિકેટો પડવાથી ઓસ્ટ્રોલીયન ટીમની રન કરવાની ગતિ ધીમી પડી હતી અને ટીમના 50 રન 10મી ઓવરમાં પૂરા થયા હતા, મેક્સવેલ પણ 19 રન બનાવીને આઉટ થયો હતો. 

7મી ઓવરમાં માર્કસ સ્ટોઇનિસને જસપ્રીત બુમરાહે દિનેશ કાર્તિકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. સ્ટોઇનિસ 5 બોલમાં માત્ર 4 રન કરીને આઇટ થયો હતો.

covers are off in Melbourne

ખલીલ અહેમદે જી આર્સી શોર્ટને 6ઠ્ઠી ઓવરમાં બોલ્ડ કર્યો હતો. શોર્ટ 15 બોલમાં બે ચોક્કા મારી માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. 

ચોથી ઓવરમાં ખલીલ અહેમદે ટીમ ઇન્ડિયાની બીજી સફળતા અપાવી હતી. ખલીલે ઝડપી રન બનાવી રહેલા ક્રિસ લેનને કેચ આઉટ કર્યો હતો. લિન માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. 

Rain in Melbourne

પહેલી ઓવરના જ બીજા બોલમાં ભુવનેશ્વર કુમારે ઓસ્ટ્રેલીયાના કેપ્ટન એરોન ફિંચને આઉટ કરીને શાનદાર શરૂઆત કરી હતી. મેદાન પર ફાસ્ટ હવા ચાલી રહેલી હોવાથી ભુવીએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. 

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવનો નિર્ણય કર્યો હતો. અને ટીમમાં કોઇ પણ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં માત્ર એક જ બદલાવ કરવામાં આવ્યો હતો,

Team India

ભારતીય ટીમ - વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, રિભષ પંત, દિનેશ કાર્તિક, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ખાલીલ અહમદ.

ઓસ્ટ્રેલિયા ટીમ - એરોન ફિન્ચ, શોર્ટ, ક્રિસ લેન, ગ્લેન મેક્સવેલ, માર્કોસ સ્ટોનિસ, મેકડ્રેમોટ, એલેક્સ કેરી, નાથન કુલ્ટર નાઇલ, એન્ડ્રયુ ટાય, એડમ ઝમ્પા, જેસન બેહેરનડોર્ફ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news