Ind vs Aus Test: રવિન્દ્ર જાડેજાએ આંખના પલકારામાં કરી નાખી મસમોટી ભૂલ, તમને પણ વિશ્વાસ નહીં આવે

India vs Australia 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ ગઈ કાલે સાત વિકેટ ગુમાવીને 321 રન કર્યા હતા. ત્યારબાદ આજે રમત શરૂ થતા જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક એવી ભૂલ કરી બેઠો જેના કારણે તે પોતે પણ સ્તબ્ધ થઈ ગયો.

Ind vs Aus Test: રવિન્દ્ર જાડેજાએ આંખના પલકારામાં કરી નાખી મસમોટી ભૂલ, તમને પણ વિશ્વાસ નહીં આવે

India vs Australia 1st Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (VCA Stadium)માં રમાઈ રહી છે. આ મેચમાં હાલ ત્રીજા દિવસનો ખેલ ચાલુ છે. ટીમ ઈન્ડિયાએ ગઈ કાલે સાત વિકેટ ગુમાવીને 321 રન કર્યા હતા. ત્યારબાદ આજે રમત શરૂ થતા જ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એક એવી ભૂલ કરી બેઠો જેના કારણે તે પોતે પણ સ્તબ્ધ થઈ ગયો અને તેણે વિકેટ ગુમાવી. 

ભારતના પહેલા દાવમાં 400 રન
આજે રમત શરૂ થયા બાદ રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયો અને ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહેતા ભારત 400 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ પહેલા દાવમાં ટીમ ઈન્ડિયાને 223 રનની કિંમતી લીડ મળી છે. રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં પહેલાદાવમાં 5 વિકેટ લીધી અને દમદાર બેટિંગ કરી 185 બોલમાં 9 ચોગ્ગાની મદદથી 70 રન પણ કર્યા. અક્ષર પટેલે પણ સારું યોગદાન આપતા 174 બોલમાં 10 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 84 રન કર્યા. મોહમ્મદ શમીએ 37 રન કર્યા. રોહિત શર્માએ 120 રન કર્યા. 

એક ભૂલ અને જાડેજા આઉટ
રવિન્દ્ર જાડેજા સારી રીતે સેટ થઈ ગયો હતો. મેચના ત્રીજા દિવસે શરૂઆતની ઓવરોમાં જ પણ એક એવી ભૂલ કરી કે તે વિકેટ ગુમાવી બેઠો. રવિન્દ્ર જાડેજાને પણ ટોડ મર્ફીએ પોતાનો શિકાર બનાવ્યો. આ ઈનિંગમાં રવિન્દ્ર જાડેજા જે પ્રકારે આઉટ થયો તે જોઈને બધા ચોંકી ગયા. તે એક સીધા બોલ પર ક્લિન બોલ્ડ થઈ ગયો. 

ટોડ મર્ફીએ જાડેજાને ગૂંચવી દીધો
ટીમ ઈન્ડિયાની ઈનિંગની 119મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા આઉટ થઈ ગયો. આ ઓવરમાં ટોડ મર્ફીએ પહેલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો, પરંતુ બીજો જ બોલ સીધો ફેંક્યો જેના કારણે જાડેજા તે સમજી શક્યો નહીં અને ક્લીન બોલ્ડ થઈ ગયો. 

શાનદાર ઈનિંગ
ટીમ ઈન્ડિયાના ધાકડ ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં બોલ અને બેટ  એમ બંનેથી ધમાલ મચાવી. રવિન્દ્ર જાડેજાએ મેચની પેહીલ ઈનિંગમાં 22 ઓવર ફેંકી અને 5 વિકેટ લીધી હતી. પહેલી ઈનિંગમાં તેણે રવિન્દ્ર જાડેજાએ 70 રન પણ કર્યા. 9 ચોગ્ગા પણ ફટકાર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news