IND vs NZ ODI : સતત પાંચ મેચ હાર્યા બાદ ભારત સામે જીત્યું ન્યૂઝીલેન્ડ

રોસ ટેલરની શાનદાર સદીની મદદથી ન્યૂઝીલેન્ડે પ્રથમ વનડે મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 

IND vs NZ ODI : સતત પાંચ મેચ હાર્યા બાદ ભારત સામે જીત્યું ન્યૂઝીલેન્ડ

હેમિલ્ટનઃ રોસ ટેલર (109*)ની  સદી, હેનરી નિકોલ્સ (78) ટોમ લાથમ (68)ની શાનદાર ઈનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે અહીં સેડોન પાર્કમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપીને ત્રણ મેચોની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા શ્રેયસ અય્યર (103), રાહુલ (88) અને વિરાટ કોહલી (51)ની મદદથી  50 ઓવરમાં 4 વિકેટે 347 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટના ભોગે 348 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને પ્રથમ જીત મળી છે. આ પહેલા ભારતે 5 મેચોની ટી20 સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 5-0થી પરાજય આપ્યો હતો. વિશ્વકપની ફાઇનલ બાદ આ ન્યૂઝીલેન્ડની પ્રથમ વનડે મેચ હતી.

ન્યૂઝીલેન્ડ ટક્કર આપવા તૈયાર
ભારત 6 વર્ષથી ન્યૂઝીલેન્ડ સામે કોઈ સીરિઝ હાર્યું નથી. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ત્રણેય સીરિઝમાં કિવિઝને હરાવ્યું છે. છેલ્લે ન્યૂઝીલેન્ડ જાન્યુઆરી 2014માં ભારત સામે પોતાના ઘરઆંગણે 4-0થી જીત્યું હતું. જ્યારે ગઈ સીરિઝમાં ભારત 4-1થી જીત્યું હતું. ભારતે તાજેતરમાં 5 T-20ની સીરિઝમાં ન્યૂઝીલેન્ડનો વ્હાઇટવોશ કર્યો હતો. આ સંજોગોમાં પણ ન્યૂઝીલેન્ડ ટક્કર આપવા સજ્જ છે. એક તબક્કે ન્યૂઝીલેન્ડે હેમિલ્ટન ખાતેની પ્રથમ વનડેમાં ભારત સામે 14 ઓવરમાં વિના વિકેટે 71 રન કર્યા હતા. એ સમયે માર્ટિન ગુપ્ટિલ 25 રને અને હેનરી નિકોલ્સ 36 રને રમી રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડને મળ્યો વિશાળ ટાર્ગેટ
ટોસ જીતીને પહેલી ફિલ્ડિંગ પસંદ કરનારી ન્યૂઝીલેન્ડને ટીમ ઈન્ડિયાએ 6.94ની એવરેજ સાથે બેટિંગ કરીને વિશાળ 348 રનનું લક્ષ્ય આપ્યું છે. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 10 ઓવરમાં 8.50ની ઈકોનોમી સાથે 85 રન આપીને 2 વિકેટ ઝડપી છે. જ્યારે ગ્રાન્ડહોમ અને સોઢીને 1-1 વિકેટ લીધી છે.

કેવી હતી ભારતની બેટિંગ?
મેચમાં વિરાટ કોહલી 51 રને ઈશ સોઢીની ગુગલીમાં બોલ્ડ થયો હતો. તેણે કરિયરની 58મી ફિફટી મારી હતી અને ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. 
મયંક અગ્રવાલ ટિમ સાઉથીની બોલિંગમાં પોઇન્ટ પર બ્લેંડલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 31 બોલમાં 6 ફોરની મદદથી 32 રન કર્યા હતા. તે પહેલા પૃથ્વી શો કોલિન ડી ગ્રાન્ડહોમની બોલિંગમાં કીપર લેથમ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 3 ફોરની મદદથી 20 રન કર્યા હતા. ઐયર 83 રને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ગ્રાન્ડહોમમે લોન્ગ-ઓફ પર તેનો કેચ છોડ્યો હતો. ટીમ ઇન્ડિયા તરફથી શ્રેયસ ઐયરે 103 રનની અને કેએલ રાહુલે 88 રનની શાનદાર બેટિંગ કરી છે. આ સિવાય કેપ્ટન વિરાટ કોહલીએ 51 રનની અડધી સદી કરી જ્યારે મયંક અગ્રવાલે 32 અને કેદાર જાદવે 26 રન કર્યા છે. 

ટીમ ભારત : વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, કેદાર જાધવ,રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર
ટીમ ન્યૂઝીલેન્ડ : માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ (કેપ્ટન/ વિકેટકીપર), ટોમ બ્લેંડલ, રોસ ટેલર, જેમ્સ નિશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી અને હેમિશ બેનેટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news