'SENA'માં કોહલીની 11 સદી, માત્ર એક ટેસ્ટમાં જીત્યું ભારત
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના બેટથી સેના દેશોમાં 11 સદી નીકળી છે. પરંતુ ભારતને તેમાંથી માત્ર એકવાર વિજય મળ્યો છે. તો છ મેચોમાં હાર મળી છે.
Trending Photos
પર્થઃ વિરાટ કોહલીએ પર્થ ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગમાં શાનદાર 123 રન ફટકાર્યા હતા. આ તેના કરિયરની 25મી ટેસ્ટ સદી હતી. કોહલીએ આ સદી સાથે ભારત માટે સૌથી ઓછી ઈનિંગમાં 25 ટેસ્ટ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડને તોડી દીધો હતો. પરંતુ કોહલીની સદી ભારતની હાર બચાવી ન શકી. કોહલીને અન્ય બેટ્સમેનોનો સાથ ન મળ્યો તો પરિણામ ભારતને પર્થમાં 146 રને હાર મળી હતી.
ભારતીય ટીમ માટે SENA (સાઉથ આફ્રઇકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)મા જીત હાસિલ કરવી હંમેશા મુશ્કેલ રહી છે. ઉપમહાદ્વિપની પરિસ્થિતિઓમાં રમવા ટેવાયેલા ભારતીય બેટ્સમેનોને આ પરિસ્થિતિમાં રન બનાવવા એક પડકાર સાબિત થઈ શકે છે. પરંતુ કોહલીએ એક બેટ્સમેન તરીકે આ મેદાનોમાં પોતાની આગવી છાપ છોડી છે. પરંતુ ભારતને જીત અપાવવામાં તે વધુ સફળ થયો નથી.
SENA દેશોમાં કોહલીના બેટથી 27 ટેસ્ટ મેચોમાં 11 સદી નિકળી છે. તેમાં એક મેચમાં ભારતને જીત મળી છે. છ મેચ હાર્યું છે અને ચાર મેચ ડ્રો રહી છે. આ જીત ભારતને ઈંગ્લેન્ડમાં મળી હતી. સાઉથ આફ્રિકામાં કોહલીએ બે સદી ફટકારી હતી. તેમાં એકમાં ભારતને હાર મળી અને એક મેચ ડ્રો રહ્યો હતો. ઈંગ્લેન્ડની વાત કરીએ તો એક મેચ ભારત જીત્યું અને એક મેચ હાર્યું છે. ન્યૂઝીલેન્ડમાં કોહલીએ એક સદી ફટકારી છે, જેમાં ભારતને હાર મળી છે. તો ઓસ્ટ્રેલિયામાં કોહલીએ છ સદી ફટકારી છે અને ભારતને ચાર મેચમાં હાર મળી અને બે મેચ ડ્રો રહી છે.
કેપ્ટન તરીકે વાત કરીએ તો કોહલીની 12 ટેસ્ટ મેચોમાં SENA દેશોમાં 62.70ની બેટિંગ એવરેજ છે. તો કુલ મળીને તેની બેટિંગ એવરેજ આ દેશોમાં 50.33ની છે. આ દેશોમાં જ્યારે ભારતે જીત મેળવી છે તો કોહલીની એવરેજ 44.62 છે અને જ્યારે આ દિશોમાં ભારત હાર્યું છે તો કોહલીના બેટથી 42.44ની એવરેજથી રન બન્યા છે. કમાલની વાત છે કે જ્યારે-જ્યારે ભારતે આ દેશોમાં મેચ ડ્રો કરી છે તો તેમાં કોહલીની એવરેજ વધીને 87 થઈ જાય છે. એટલે કે મેચ બચાવવામાં તેનું મહત્વનું યોગદાન રહેલું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે