IND vs AUS: ચેતેશ્વર પૂજારા બોલ્યો- ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે અમારી બોલિંગ મજબૂત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા રમાયેલા અભ્યાસ મેચમાં ભારતીય ટીમ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 544 રન ફટકારી દીધા હતા. તેવામાં ભારતીય બોલિંગ પર ઉઠેલા સવાલો પર પૂજારાએ કહ્યું કે, તે ટેસ્ટ મેચ ન હતો અને તેથી ટીમને તેને લઈને ચિંતામાં નથી.
Trending Photos
એડિલેડઃ ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને ખાતરી છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ માટે ટીમની બોલિંગ સંપૂર્ણ રીતે તૈયાર છે. વેબસાઇટ ઈએસપીએનના રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ છ ડિસેમ્બરથી થઈ રહી છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને ચાર મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા રમાયેલા અભ્યાસ મેચમાં ભારતીય ટીમ વિરુદ્ધ પ્રથમ ઈનિંગમાં 544 રન ફટકારી દીધા હતા. તેવામાં ભારતીય બોલિંગ પર ઉઠેલા સવાલો પર પૂજારાએ કહ્યું કે, તે ટેસ્ટ મેચ ન હતો અને તેથી ટીમ તેને લઈને ચિંતામાં નથી.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા ટેસ્ટ મેચ પહેલા પૂજારાએ કહ્યું, તે ટેસ્ટ મેચ ન હતી અને તેથી અમે તેને લઈને ચિંતામાં નથી. અમારા બોલર જાણે છે, તેને શું કરવાનું છે. હું તેમની યોજના વિશે જણાવી શકું નથી, પરંતુ તે ઓસ્ટ્રેલિયામાં બોલિંગની પરિસ્થિતિઓથી અજાણ નથી. ઘણા ખેલાડીઓએ 2014-15ની સિઝન અહીં રમી છે અને તેવામાં અમને અમારા બોલરો પર વિશ્વાસ છે.
Ashwin is a clever bowler and reads the batsmen really well - @cheteshwar1 ahead of the 1st Test against Australia #AUSvIND pic.twitter.com/W1gR407ktA
— BCCI (@BCCI) December 3, 2018
ટીમના એક સૌથી અનુભવી સ્પિન બોલર રવિચંદ્રન અશ્વિન વિશે પૂજારાએ કહ્યું, મેં હંમેશા કહ્યું કે, તે એક ચાલાક બોલર છે અને બેટ્સમેનોના મગજને વાંચવાનું જાણે છે. જો તમે તેની હાલની બોલિંગ જુઓ તો તમને સમજાશે કે તેમાં ઘણો ફેરફાર થયો છે.
ઓસ્ટ્રેલિયામાં પોતાના પ્રદર્શનને લઈને અનુભવી બેટ્મસેને કહ્યું કે, હું કોઈપણ પ્રકારની ચિંતા કરી રહ્યો નથી. તેણે કહ્યું, મેં 2015મા અહીં સિરીઝ રમી છે. આ વખતે હું આત્મવિશ્વાસથી ભરેલો છું. બેટિંગને લઈને મારે જે ફેરફાર કરવાના છે તેના પર કામ કરી રહ્યો છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે