WTC 2023: ઓસ્ટ્રેલિયાએ બગાડ્યું કામ, ટીમ ઈન્ડિયાને મળી શકે છે આ જબરદસ્ત મોટો ઝટકો, બધી મહેનત પર ફરી વળશે પાણી!

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2023 ભારતીય ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે સતત 2 મેચ જીતી ચુકી છે. ઈન્દોર ટેસ્ટ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયા પાસે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટિકિટ મેળવવાની તક છે. આ મેચમાં ભારતના પ્રદર્શન બાદ હવે એવું લાગી રહ્યું છે કે મામલો ચોથી મેચ સુધી પહોંચવાનો છે. 

WTC 2023: ઓસ્ટ્રેલિયાએ બગાડ્યું કામ, ટીમ ઈન્ડિયાને મળી શકે છે આ જબરદસ્ત મોટો ઝટકો, બધી મહેનત પર ફરી વળશે પાણી!

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2023 ભારતીય ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે સતત 2 મેચ જીતી ચુકી છે. ઈન્દોર ટેસ્ટ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયા પાસે આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ટિકિટ મેળવવાની તક છે. આ મેચમાં ભારતના પ્રદર્શન બાદ હવે એવું લાગી રહ્યું છે કે મામલો ચોથી મેચ સુધી પહોંચવાનો છે. પ્રથમ દાવમાં ભારતને 109 રનમાં આઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા બીજા દાવમાં 163 રનમાં ઓલઆઉટ થયું હતું.

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની 4 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ જીતીને 2-0ની અજેય સરસાઈ મેળવી છે. નાગપુર ટેસ્ટ મેચમાં ઇનિંગ્સ અને 132 રનથી મોટી જીત, દિલ્હીમાં 6 વિકેટે મેચ જીતીને ટીમ ઈન્દોર પહોંચી છે. ઈન્દોર ટેસ્ટ જીતીને ભારતને માત્ર સિરીઝ જીતવાની તક જ નહીં, પણ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટિકિટ મેળવવાની તક પણ મળશે.

ઈન્દોરમાં ટોસ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ મેથ્યુ કુનહેમેનની બેજોડ સ્પિન બોલિંગના આધારે ભારતીય ટીમને માત્ર 109 રનમાં જ ઓલઆઉટ કરવામાં સફળ રહી હતી. નેથન લિયોને 3 જ્યારે ટોડ મર્ફીને 1 વિકેટ મળી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ 1 રન આઉટ કર્યો હતો, બાકીની તમામ વિકેટ સ્પિનરના હાથમાં ગઈ હતી.

ભારત સામે પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા બાદ અને 88 રનની મહત્ત્વપૂર્ણ લીડ લીધા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં અદભૂત બોલિંગ કરી હતી. અનુભવી નેથન લિયોને એકલા હાથે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોનો સામનો કર્યો. તેણે ટીમના અડધાથી વધુ બેટરને આઉટ કરીને 8 વિકેટ ઝડપી હતી.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમે કોઈપણ સંજોગોમાં 3 ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતી છે. પરંતુ ત્રીજી મેચ અટકી છે. બીજી ઈનિંગમાં ભારત 163 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને હવે ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ છે. ભારત માટે અહીંથી જીતવું મુશ્કેલ લાગી રહ્યું છે. ભારતની હારનો અર્થ એ છે કે મામલો છેલ્લી ટેસ્ટ સુધી પહોંચી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news