India vs West Indies 1st Test: માત્ર 3 દિવસમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે ધૂળ ચટાડી, આ ખેલાડીઓએ દેખાડ્યો દમ

ભારતે વેસ્ટ ઈન્ડિઝને ડોમિનિકા ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 141 રનથી હરાવી દીધુ છે. ટેસ્ટ મેચના ત્રીજા જ દિવસે મેજબાની ટીમની બીજી ઈનિંગ 130 રન પર સમેટાઈ ગઈ. આ જીત સાથે ટીમ ઈન્ડિયા બે મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડથી આગળ છે.

India vs West Indies 1st Test: માત્ર 3 દિવસમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને ઘરઆંગણે ધૂળ ચટાડી, આ ખેલાડીઓએ દેખાડ્યો દમ

ભારતે વેસ્ટ ઈન્ડિઝને ડોમિનિકા ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 141 રનથી હરાવી દીધુ છે. ટેસ્ટ મેચના ત્રીજા જ દિવસે મેજબાની ટીમની બીજી ઈનિંગ 130 રન પર સમેટાઈ ગઈ. આ જીત સાથે ટીમ ઈન્ડિયા બે મેચોની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડથી આગળ છે. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. બીજી ઈનિંગમાં પણ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન આર અશ્વિન આગળ નતમસ્તક થઈ ગયા. અશ્વિનની ફિરકીમાં એક એક કરીને કેરેબિયન બેટ્સમેન ફસાતા ગયા. એલિક અથાનાઝ 28 રન કરીને સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી રહ્યો. અશ્વિને 21.3 ઓવરમાં કુલ 71 રન આપીને સાત વિકેટ લીધી. જ્યારે રવિન્દ્ર જાડેજાએ બે અને મોહમ્મદ સિરાઝે એક વિકેટ મેળવી. 

અશ્વિને બનાવ્યા રેકોર્ડ
અશ્વિને 34મી વાર ઈનિંગમાં પાંચ કે તેની વધુ વિકેટ લીધી છે. અશ્વિનનું વિદેશી ધરતી પર કોઈ ટેસ્ટ ઈનિંગમાં આ સૌથી બેસ્ટ બોલિંગ પ્રદર્શન રહ્યું. આ મેચની પહેલી ઈનિંગમાં પણ અશ્વિને પાંચ વિકેટ લીધી હતી. એટલે કે અશ્વિને 131 રન આપીને કુલ 12 વિકેટ ઝડપી. વિદેશી જમીન પર કોઈ ટેસ્ટ મેચમાં અશ્વિનનું આ ઉત્કૃષ્ટ પ્રદર્શન રહ્યું. આ સાથે જ વિદેશી ધરતી પર કોઈ  ભારતીયનું આ ત્રીજુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. 

અશ્વિની આઠમીવાર કોઈ ટેસ્ટ મેચમાં 10થી વધુ વિકેટ લીધી છે. ભારતીય બોલરોમાં અશ્વિન અગાઉ ફક્ત અનિલ કુંબલે જ આવું કરી શક્યા છે. અશ્વિન પાસે હવે અનિલ કુંબલેથી આગળ નિકળવાની તક છે. અશ્વિને છઠ્ઠીવાર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈનિંગમાં પાંચ કે  તેથી વધુ વિકેટ લીધી છે. 

ટેસ્ટ મેચમાં બંને ઈનિંગમાં સૌથી વધુ પાંચ વિકેટ લેનાર

11- મુથૈયા મુરલીધરન
8- રંગના હેરાથ
6- સિડની બાર્ન્સ
6- રવિચંદ્રન અશ્વિ

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચોમાં સૌથી વધુ વિકેટ
89- કપિલ દેવ
76- મેલ્કમ માર્શલ
74- અનિલ કુંબલે
72- રવિચંદ્રન અશ્વિન
68- શ્રીનિવાસ વેંકટરાઘવન

ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ મેચમાં સૌથી વધુ પાંચ વિકેટ હોલ
6- મેલ્કમ માર્શલ
6- રવિચંદ્રન અશ્વિન
5- હરભજન સિંહ

વિદેશી ધરતી પર બંને ઈનિંગમાં પાંચ વિકેટ (ભારતીય બોલર)

બિશન સિંહ બેદી વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા પર્થ 1977
ભાગવત ચંદ્રશેખર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા મેલબર્ન 1977
વેંકટેશ પ્રસાદ વિરુદ્ધ સાઉથ આફ્રિકા, ડરબન 1996
ઈરફાન પઠાણ વિરુદ્ધ બાંગ્લાદેશ, ઢાકા 2004
ઈરફાન પઠાણ વિરુદ્ધ ઝિમ્બાબ્વે, હરારે 2005
રવિચંદ્રન અશ્વિન વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ રોસેઉ 2023

મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો. જે ખોટો સાબિત થયો. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ પહેલા જ દિવસે 150 રન પર સમેટાઈ ગઈ. જવાબમાં ભારતીય બેટ્સમેને ધમાકેદાર ખેલનું પ્રદર્શન કર્યું. ડેબ્યુ મેચ રમી રહેલા યશસ્વી જયસ્વાલ (171) અને કેપ્ટન રોહિત શર્મા (103) એ શાનદાર ઈનિંગ રમી. જ્યારે વિરાટ કોહલીએ પણ 76 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. 

ટીમ ઈન્ડિયાએ ટી ટાઈમ પહેલા પોતાની ઈનિંગ 5 વિકેટે 421 રન પર ડિક્લેર કરી. ટીમ ઈન્ડિયાને પહેલી ઈનિંગના આધાર પર 271 રનની લીડ મળી. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ 130 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ અગાઉ પણ પહેલી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર 150 રન કરી શકી હતી. આમ ભારતનો એક ઈનિંગ અને 141 રનથી શાનદાર વિજય થયો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news