CWG 2022 : ભારતીય પુરૂષ હોકી ટીમ વેલ્સને 4-1થી હરાવી સેમીફાઇનલમાં, હરમનપ્રીતની હેટ્રિક
Commonwealth Games 2022: ભારતીય પુરૂષ હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે શાનદાર પ્રદર્શન કરતા અંતિમ લીગ મેચમાં વેલ્સને 4-1થી પરાજય આપ્યો છે.
Trending Photos
બર્મિંઘમઃ હરમનપ્રીત સિંહની હેટ્રિકની મદદથી ભારતે કોમનવેલ્થ ગેમ્સ (CWG 2022) ની પુરૂષ હોકી સ્પર્ધામાં ગુરૂવારે વેલ્સને 4-1થી હરાવી સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં આક્રમક હોકી રમી, પરંતુ વેલ્સના ડિફેન્સે તેનો સારો જવાબ આપ્યો હતો. પરંતુ બીજા ક્વાર્ટરમાં હરમનપ્રીત સિંહે બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ભારતને લીડ અપાવી. ભારતના છેલ્લી લીગ મેચમાં વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહે (18', 20', 41') એ ત્રણ ગોલ કર્યા, જ્યારે ગુરજંત (49) એ ગોલ કર્યો હતો. જ્યારે વેલ્સ તરફથી એકમાત્ર ગોલ 55 મિનિટમાં ગૈરેથ ફર્લાન્ગે કર્યો હતો. ભારત મેચની શરૂઆતથી વિરોધી પર હાવી રહ્યું હતું. બીજા ક્વાર્ટરમાં પહોંચતા ભારતે બે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી દીધા હતા.
હરમનપ્રીતે ક્વાર્ટર-2ની ત્રીજી મિનિટમાં વિપક્ષી ગોલકીપરને માત આપતા બોલને નેટમાં પહોંચાડ્યો અને બે મિનિટ બાદ ફરી ગોલ કરી ભારતને 2-0ની લીડ અપાવી હતી. આ ગોલ સાથે તે કોમનવેલ્થ ગેમ્સ-2022મા 8 ગોલ સાથે સર્વાધિક ગોલ કરનાર ખેલાડી બની ગયો. મેચના ત્રીજા ક્વાર્ટરમાં હરમનપ્રીત પેનલ્ટી કોર્નર ચૂક્યો, પરંતુ 41 મિનિટમાં મળેલા પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ કરી તેણે હેટ્રિક પૂરી કરી હતી.
આ પણ વાંચોઃ Asia Cup 2022: એશિયા કપ-2022 માટે BCCI નો ખાસ પ્લાન, ટીમમાં આ દિગ્ગજ ખેલાડીઓને થશે વાપસી
ગુરજંતે 49 મિનિટે ગોલ કરી ભારતની લીડ 4-0 કરી દીધી હતી. વેલ્સે સાંત્વના ગોલ મેચની 55મી મિનિટે કર્યો હતો. વેલ્સને કુલ 10 પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ ભારતના મજબૂત ડિફેન્સ સામે તે ખેલાડી ફેલ રહ્યાં હતા. ભારતના ગોલકીપર કૃષ્ણા પાઠકે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
પોતાના અંતિમ લીગ મેચ બાદ ભારત ચાર મેચમાં 10 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. બીજા સ્થાન પર સાત પોઈન્ટ સાથે ઈંગ્લેન્ડ છે, જેણે કેનેડા વિરુદ્ધ એક મેચ રમવાની છે. જો ઈંગ્લેન્ડ પ્રથમ સ્થાન પર આવવા ઈચ્છે છે તો તેણે ભારતના 12 ગોલના અંતરથી આગળ નિકળવું પડશે.
આ પહેલા વિશ્વની પાંચમાં નંબરની ટીમ ભારતે પ્રથમ મેચમાં ઘાનાને 11-0થી હરાવ્યું હતું, પરંતુ બીજી મેચ ઈંગ્લેન્ડ સામે 4-4થી ડ્રો રમી હતી. ત્રીજી મેચમાં ભારતે વાપસી કરતા કેનેડાને 8-0થી પરાજય આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે