વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સિરીઝ માટે ભારતીય એ ટીમની જાહેરાત, સાહાની વાપસી
વિકેટકીપર રિદ્ધિમાન સાહાને 11 જુલાઈથી શરૂ થનારા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારતીય એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રિષભ પંત સીમિત ઓવરોની સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે.
Trending Photos
નવી દિલ્હીઃ વિકેટકીપર ઋૃદ્ધિમાન સાહાને 11 જુલાઈથી શરૂ થઈ રહેલા વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ભારત એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે રિષભ પંત સીમિત ઓવરોની સિરીઝમાં વિકેટકીપરની ભૂમિકા ભજવશે. ભારતીય એ ટીમ આ પ્રવાસમાં પાંચ એકદિવસીય અને ત્રણ ચાર દિવસીય મેચ રમશે. 34 વર્ષનો સાહા એક સમયે ભારતનો નંબર એક વિકેટકીપર હતો, પરંતુ ખભાની ઈજાને કારણે છેલ્લા એક વર્ષથી ટીમમાંથી બહાર છે. તેણે પાછલા વર્ષે ઓગસ્ટમાં ખભાનું ઓપરેશન કરાવ્યું હતું અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બંગાળ તરફથી વાપસી કરી અને આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી પાંચ મેચ રમ્યો હતો.
મનીષ પાંડે અને શ્રેયસ અય્યરને ટેસ્ટ તથા વનડે ટીમની કમાન
આ વચ્ચે પંતે ટેસ્ટ ટીમમાં પોતાને સ્થાપિત કરી દીધો અને તેવામાં સાહાએ પસંદગીકારોની સામે પોતાને સાબિત કરવો પડશે. વેસ્ટ ઈન્ડિઝ એ વિરુદ્ધ ચાર દિવસીય મેચ 24 જુલાઈથી શરૂ થશે. આ પહેલા 11 જુલાઈથી પાંચ એકદિવસીય મેચ રમાશે. આ પ્રવાસનું ભારતની સીનિયર ટીમની ટેસ્ટ સિરીઝ માટે વેસ્ટઈન્ડિઝના પ્રવાસ પહેલા આયોજન કરવવામાં આવ્યું છે. પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને હનુમા વિહારીને એકદિવસીય અને ચાર દિવસીય બંન્ને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. શો અને અગ્રવાલને વેસ્ટ ઈન્ડિઝમાં ટેસ્ટ ટીમમાં પણ સ્થાન મળવાની સંભાવના છે. શ્રેયસ અય્ર ચાર દિવસીય મેચોમાં જ્યારે એક દિવસીય મેચોમાં મનીષ પાંડે ભારત એની આગેવાની કરશે.
શ્રીલંકા એ વિરુદ્ધ ઘરઆંગણે સિરીઝ માટે પણ ભારત એ ટીમ જાહેર
ટેસ્ટ ક્રિકેટમાં નિયમિત રમતા અશ્વિન, પૂજારા, રહાણે અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવને ભારત એ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી કારણ કે, તે ક્રાઉન્ટી ક્રિકેટમાં રમશે તેવી સંભાવના છે. પસંદગીકારોએ આ સાથે શ્રીલંકા એ વિરુદ્ધ 25 મેથી શરૂ થતી સિરીઝ માટે પણ ટીમની પસંદગી કરી છે. ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન ચાર દિવસીય મેચોમાં ટીમની કમાન સંભાળશે. જ્યારે ગુજરાતનો પ્રિયંકા પંચાલ છ જૂનથી શરૂ થતી પાંચ વનડે મેચોની આગેવાની કરશે.
ટીમ આ પ્રકારે છે
શ્રીલંકા એ વિરુદ્ધ બે ચાર દિવસીય મેચો માટે ભારત એ ટીમઃ ઈશાન કિશન (કેપ્ટન અને વિકેટકીપર), અનમોલપ્રીત સિંહ, ઋૃતુરાજ ગાયકવાડ, દીપક હુડ્ડા, રિકી ભુઈ, શુભમન ગિલ, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, વોશિંગટન સુંદર, મયંક માર્કંડેય, તુષાર દેશપાંડે, સંદીપ વારિયર, ઇશાન પોરેલ, પ્રશાંત ચોપડા.
શ્રીલંકા એ વિરુદ્ધ પાંચ એકદિવસીય મેચોની સિરીઝ માટે ભારત એ ટીમઃ પ્રિયાંક પંચાલ (કેપ્ટન), એઆર ઈશ્વરન, અનમોલપ્રીત સિંહ, રિકી ભુઈ, સિદ્ધેશ લાડ, રિંકૂ સિંહ, શિવમ દૂબે, કેએસ ભરત (વિકેટકીપર), રાહુલ ચહર, જયંત યાદવ, એ સરવટે, સંદીપ વારિયર, અંકિત રાજપૂત, ઇશાન પોરેલ.
વેસ્ટ ઈન્ડિઝ એ વિરુદ્ધ પાંચ એકદિવસીય મેચો માટે ભારત એ ટીમઃ મનીષ પાંડે (કેપ્ટન), પૃથ્વી શો, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, રિષભ પંત (વિકી), રાહુલ ચહર, વોશિંગટન સુંદર, અક્ષર પટેલ, ક્રુણાલ પંડ્યા, દીપક ચહર, નવદીપ સૌની, ખલીલ અહમદ, આવેશ ખાન.
વેસ્ટ ઈન્ડિઝ એ વિરુદ્ધ પ્રથમ બે ચાર દિવસીય મેચો માટે ભારત એ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંક પંચાલ, એઆર ઈશ્વરન, શુભમન ગિલ, હનુમા વિહારી, શિવમ દુબે, રિદ્ધિમાન સાહા (વિકી), કેએસ ભરત (વિકી), કે ગૌતમ, એસ નદીમ, મયંક માર્કંડેય, નવદીપ સૌની, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન.
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રીજા ચાર દિવસીય મેચ માટે ભારત એ ટીમઃ શ્રેયસ અય્યર (કેપ્ટન), પૃથ્વી શો, મયંક અગ્રવાલ, હનુમા વિહારી, શુભમન ગિલ, સાહા, કેએસ ભરત, શિવમ દુબે, મયંક માર્કંડેય, કે ગૌતમ, એસ નદીમ, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, આવેશ ખાન.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે