IND vs ENG: Ben Stokes એ મેચમાં કરી Cheating! આ રીતે ખુલી પોલ, Video Viral

ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના  પહેલા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) એ મહેમાન ટીમને ચારે ખાને ચીત્ત કરી નાખી. જો રૂટ (Joe Root) ની ટીમ પોાતના ટેસ્ટ ઈતિહાસના ચોથા સૌથી ન્યૂનતમ સ્કોર પર ઓલ આઉટ થઈ. 112 રન પર આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમને એવો આકરો ઝટકો લાગ્યો. જે મેદાન પર પછી તો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. મેદાન પર જોવા મળ્યું કે ઈંગ્લિશ ખેલાડીઓએ જાણે સરન્ડર કરી નાખ્યું. પછી તો મુકાબલામાં કઈક એવું જોવા મળ્યું કે જોઈને બધા દંગ રહી ગયા. આ મેચ અમદાવાદના Narendra Modi Stadium પર રમાઈ રહી છે. 
IND vs ENG: Ben Stokes એ મેચમાં કરી Cheating! આ રીતે ખુલી પોલ, Video Viral

અમદાવાદ: ભારત અને ઈંગ્લેન્ડ (Ind vs Eng) વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના  પહેલા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) એ મહેમાન ટીમને ચારે ખાને ચીત્ત કરી નાખી. જો રૂટ (Joe Root) ની ટીમ પોાતના ટેસ્ટ ઈતિહાસના ચોથા સૌથી ન્યૂનતમ સ્કોર પર ઓલ આઉટ થઈ. 112 રન પર આઉટ થયા બાદ ઈંગ્લેન્ડની ટીમને એવો આકરો ઝટકો લાગ્યો. જે મેદાન પર પછી તો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. મેદાન પર જોવા મળ્યું કે ઈંગ્લિશ ખેલાડીઓએ જાણે સરન્ડર કરી નાખ્યું. પછી તો મુકાબલામાં કઈક એવું જોવા મળ્યું કે જોઈને બધા દંગ રહી ગયા. આ મેચ અમદાવાદના Narendra Modi Stadium પર રમાઈ રહી છે. 

શું બેન સ્ટોક્સે બેઈમાની કરવાની કોશિશ કરી? 
ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રન પર સમેટાઈ ગયા બાદ ટીમ ઈન્ડિયાએ રમત શરૂ કરી. ભારતીય ટીમની હજુ તો શરૂઆત જ થઈ હતી કે ઈંગ્લેન્ડની ટીમ તરફથી કઈક એવું થયું કે  દર્શકો જોતા જ રહી ગયા. 

વાત જાણે એમ છે કે ભારતની ઈનિંગની બીજી ઓવરમાં શુભમન ગિલના બેટથી વાગેલો બોલ બેન સ્ટોક્સ (Ben Stokes) પાસે ગયો , જે બીજી સ્લિપ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. સ્ટોક્સે બોલ પકડ્યો અને પછી આખી ટીમે અપીલ કરી. ત્યારબાદ એમ્પાયરે સોફ્ટ ડિસિઝન આઉટ આપ્યો અને થર્ડ એમ્પાયર પાસે ચેક કરાવ્યું. 

— PRAKASH WAKANKAR (@pakwakankar) February 24, 2021

જ્યારે થર્ડ એમ્પાયરે વીડિયો જોયો તો ખબર પડી કે બોલ ગ્રાઉન્ડ પર લાગ્યો હતો અને ત્યારબાદ સ્ટોક્સે તેને પકડ્યો હતો. થર્ડ એમ્પાયરે નોટઆઉટ આપ્યો. ત્યારબાદ જો  રૂટ અને ઈંગ્લેન્ડની ટીમ ખુબ નિરાશ થઈ. 

સ્ટોક્સ પર ભડકી ગયા ફેન્સ
જો કે બોલ પહેલા મેદાનને સ્પર્શી ગયો હતો અને પછી સ્ટોક્સે પકડ્યો. આવામાં ફેન્સ એ વાત પર ખુબ ભડકી ગયા છે. તેમનું માનવું છે કે આ કોઈ ચિટિંગથી કમ નથી. એટલું જ નહીં સ્ટોક્સને તો ફ્રેન્સે ટ્રોલ કરવાનો પણ શરૂ કરી દીધો. 

— UrMiL07™ (@urmilpatel30) February 24, 2021

— Neeche Se Topper (@NeecheSeTopper) February 24, 2021

— Ex Kohli fan Ethan Hunt (@theshivansh_p) February 24, 2021

— Gaurav Gupta (@g48660305) February 24, 2021

— Rahul (@Rahulismm) February 24, 2021

— Anshul (@tea_anshul) February 24, 2021

ટીમ ઈન્ડિયાનું દમદાર પ્રદર્શન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે કોઈ એક ખેલાડીએ પોતાના પ્રદર્શનથી દરેકના મન જીત્યા હોય તો તે છે અક્ષર પટેલ. તેણે પોતાની ફિરકીથી ઈંગ્લિશ ટીમના છક્કા છોડાવી દીધા. અક્ષર પટેલે પોપતાની કરિયરની બીજી ટેસ્ટ મેચમાં 38 રન આપીને 6 વિકેટ ચટકી લીધી. તેના આ પ્રદર્શને ઈંગ્લેન્ડને 112માં સમેટી લેવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડની ટીમ 48.4 ઓવરમાં જ આઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાએ તેના જવાબમાં 3 વિકેટ ગુમાવીને 99 રન કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news