Ind vs SL: ધવનના નામે મોટો રેકોર્ડ, શિખર ધવને સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો

શિખર ધવન વનડેમાં સૌથી એક મોટો રેકોર્ડ હાંસલ કરવાની તક હતી અને તે તક તેણે ઝડપી લીધી. જેની મદદથી તેણે ભારતના પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો હતો.

Ind vs SL: ધવનના નામે મોટો રેકોર્ડ, શિખર ધવને સૌરવ ગાંગુલીને પાછળ છોડ્યો

 

નવી દિલ્હી: ભારત અને શ્રીલંકાની વચ્ચે કોલંબોમાં રમાયેલી વન-ડે સિરીઝની પહેલી મેચમાં ભારતનો જંગી વિજય થયો છે. ધવનના હાથમાં યુવા ખેલાડીઓ સાથેની ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી અને તેની કેપ્ટનશીપ ઈનિંગ્સની મદદથી ભારતે ભવ્ય વિજય મેળવ્યો. તેણે પોતાની કેપ્ટનશીપની શરૂઆત વિજય સાથે કરી છે.

બેટિંગમાં બનાવ્યો રેકોર્ડ:
બેટ્સમેન તરીકે ધવને મોટો રેકોર્ડ બનાવ્યો. આ મેચ પહેલાં ધવનના વન-ડેમાં 5977 રન હતા. તેણે 23 રન બનાવતાની સાથે જ વન-ડેમાં 6000 રન પૂરા કરી લીધા. તેની સાથે જ તે સિદ્ધિને હાંસલ કરનારા 10મો ભારતીય બની ગયો છે. આ સાથે જ તેણે સૌરવ ગાંગુલીને પાછળ છોડી દીધો છે. ધવન વન-ડેમાં વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી બેટ્સમેન છે.

વિરાટ કોહલી પછી બીજો સૌથી ઝડપી બેટ્સમેન:
કોહલીએ 136 ઈનિંગ્સમાં સૌથી ઝડપી 6000 રન બનાવ્યા હતા. આ આંકડાને પાર કરવામાં 6 વર્ષ 83 દિવસ લાગ્યા હતા. આ યાદીમાં શિખવ ધવન બીજા નંબરે આવી ગયો છે. તેણે 140મી ઈનિંગ્સમાં 6000 રનના આંકડાને સ્પર્શ કરી લીધો છે. સૌરવ ગાંગુલી ત્રીજા  નંબર પર છે. તેણે 147 ઈનિંગ્સમાં 6000 રન બનાવ્યા હતા. તેના માટે તેમણે 8 વર્ષ 289 દિવસ લગાવ્યા હતા. આ પહેલા રોહિત શર્માએ 6000 રન પૂરા કરવામાં 162 ઈનિંગ્સ, એમએસ ધોનીએ 166 અને સચિન તેંડુલકરે 170 ઈનિંગ્સ રમી હતી.

PICS: દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત, લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે

દુનિયાનો ત્રીજો બેટ્સમેન બન્યો ધવન:
ઓવરઓલ રેકોર્ડની વાત કરીએ તો  ધવન 6000 રન બનાવનારા દુનિયાનો ચોથો બેટ્સમેન બની ગયો છે. દક્ષિણ આફ્રિકાના હાશિમ અમલાએ 123 ઈનિંગ્સમાં સૌથી ઝડપી 6000 રન બનાવ્યા છે. બીજા નંબરે 136 ઈનિંગ્સ સાથે વિરાટ કોહલી છે. ત્રીજા નંબરે શિખર ધવન આવી ગયો છે. તેણે 140 ઈનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો. ત્યારબાદ ચોથા ક્રમે વિવિયન રિચાર્ડ્સ અને જો રૂટ છે. જેમણે 141 ઈનિંગ્સમાં 6000 રન બનાવ્યા છે.

શ્રીલંકા સામે 1000 રન બનાવનાર 13મો ભારતીય:
શિખર ધવન શ્રીલંકા સામે 1000 રન કે તેનાથી વધારે રન બનાવનાર 13મો ભારતીય બની ગયો છે.
1. સચિન તેંડુલકર - 3113 રન
2. એમએસ ધોની - 2383 રન
3. વિરાટ કોહલી - 2220 રન
4. મોહમ્મદ અઝહરુદ્દીન - 1834 રન
5. વીરેન્દ્ર સેહવાગ - 1693 રન
6. ગૌતમ ગંભીર - 1668 રન
7. રોહિત શર્મા - 1665 રન
8. રાહુલ દ્રવિડ- 1662 રન
9. સૌરવ ગાંગુલી - 1534 રન
10. યુવરાજ સિંહ - 1400 રન
11. સુરેશ રૈના - 1282 રન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news