દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ધોનીની પસંદગીની શક્યતા નહિવત

એમએસ ધોની ભલે આંતરરાષ્ટ્રીય સ્તરથી નિવૃતીનો નિર્ણય લીધો નથી પરંતુ આફ્રિકા વિરુદ્ધ 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં શરૂ થઈ રહેલી ભારતની ત્રણ મેચોની ટી20 ઘરેલૂ સિરીઝની ટીમમાં તેની પસંદગી થવાની સંભાવના ઓછી છે. 

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ધોનીની પસંદગીની શક્યતા નહિવત

નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લેવાનો નિર્ણય ન કર્યો હોય પરંતુ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં શરૂ થઈ રહેલી ભારતની ત્રણ મેચોની ટી20 ઘરેલૂ સિરીઝની ટીમમાં તેની પસંદગી થવાની સંભાવના નથી. સિરીઝ માટે ટીમની પસંદગી ચાર સપ્ટેમ્બરે થવાની આશા છે. અન્ય બે મેચ મોહાલી (18 સપ્ટેમ્બર) અને બેંગલુરૂમાં (22 સપ્ટેમ્બર) રમાશે. 

તેવી પૂરી સંભાવના છે કે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવનારી ટીમને યથાવત (ફિટનેસને જોતા) રાખવામાં આવે. ટીમ પસંદગી માટે પસંદગી સમિતિ ઓક્ટોબર 2020મા ઓસ્ટ્રેલિયામાં યોજાનારા વિશ્વ ટી20ને ધ્યાનમાં રાખવા ઈચ્છે છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે કહ્યું, 'વિશ્વ ટી20ની પ્રથમ મેચ પહેલા ટીમ માત્ર 22 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે અને પસંદગીકાર સ્પષ્ટ છે કે આ આગળ વધવાનો સમય છે.'

શું કહ્યું અધિકારીએ?
તેમણે કહ્યું, 'તે નિર્ધારીત ઓવર માટે વિશેષકરીને ટી20 માત્ર ત્રણ વિકેટકીપરોનો પૂલ તૈયાર કરવાની યોજના બનાવી રહ્યાં છે.' હજુ સુધી તે સ્પષ્ટ નથી કે બીસીસીઆઈ અધિકારી કે પસંદગી સમિતિ તેની યોજનાઓ વિશે જાણકારી હાસિલ કરવા માટે ધોની સાથે વાત કરશે કે નહીં જેમ કે તેણે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા કર્યું હતું જ્યારે પૂર્વ કેપ્ટને જાણ કરી હતી કે તે પ્રાદેશિક સેનામાં પોતાની રેજિમેન્ટ માટે કામ કરવાને ધ્યાનમાં રાખીને બ્રેક લેવા ઈચ્છે છે. 

પંતને વધુ તક આપવા ઈચ્છે છે
અધિકારીએ કહ્યું, 'નિવૃતી લેવી વ્યક્તિગત નિર્ણય છે અને પસંદગીકાર કે પછી અન્ય કોઈને તેના પર નિર્ણય લેવાનો અધિકાર નથી, પરંતુ તેની પાસે 2020 વિશ્વ ટી20 માટે રોડમેપ તૈયાર કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તેના અંતર્ગત રિષભ પંતને વધુ તક આપવી સામેલ છે.'

ઇશાન કિશન બીજો વિકલ્પ
જાણવા મળ્યું કે પસંદગી સમિતિનો બીજો વિકલ્પ ઇશાન કિશન અને ત્રીજો વિકલ્પ સંજૂ સૈમસન હશે. સૈમસનની બેટિંગ પંત અને ભારત એના નિયમિત ખેલાડી ઇશાન કિશનની બરાબર માનવામાં આવે છે. પંત તમામ ફોર્મેટમાં પ્રથમ વિકલ્પ બન્યો રહેશે, કારણ કે પસંદગીકાર ફિટનેસ અને કાર્યભાર મેનેજમેન્ટને ધ્યાનમાં રાખશે. 

પસંદગી સમિતિના કેટલાક સભ્યો એ સિરીઝ માટે તિરૂવનંતપુરમમાં રહેશે અને સૈમસનના પ્રદર્શનને જોશે, કારણ કે તેણે અંતિમ બે લિસ્ટ એ મેચો માટે ટીમમાં જગ્યા બનાવી છે. જ્યાં સુધી બેટિંગનો સંબંધ છે તો પસંદગી સમિતિનું માનવું છે કે સૈમસન સર્વોચ્ચ સ્તરના ક્રિકેટ માટે તૈયાર છે, પરંતુ તેની વિકેટકીપિંગમાં હજુ પણ સુધાર થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news