IND vs SA: ટેસ્ટ બાદ ભારતે ગુમાવી વનડે સીરીઝ, સાઉથ આફ્રીકાએ 7 વિકેટે આપી માત
ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય ટીમ વનડે સીરીઝ પણ ગુમાવી દીધી છે. બીજી વનડે મેચમાં આફ્રિકાએ ભારતીય ટીમને હરાવી દીધી છે. ભારત પ્રથમ મેચ 31 રને હારી ગયું હતું. આ મેચમાં ભારતે આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ટેસ્ટ સીરીઝ બાદ ભારતીય ટીમ વનડે સીરીઝ પણ ગુમાવી દીધી છે. બીજી વનડે મેચમાં આફ્રિકાએ ભારતીય ટીમને હરાવી દીધી છે. ભારત પ્રથમ મેચ 31 રને હારી ગયું હતું. આ મેચમાં ભારતે આફ્રિકાને જીતવા માટે 288 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય બોલરો કોઈ ચમત્કાર બતાવી શક્યા ન હતા અને ભારત આ મેચ 7 વિકેટે હારી ગયું હતું.
મલાને રમી મોટી ઇનિંગ્સ
આ મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર ઇનિંગ રમી હતી. સાઉથ આફ્રિકાના ઓપનર જનમન મલાને સૌથી વધુ 91 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે આફ્રિકા આટલા મોટા લક્ષ્યનો પીછો કરી શક્યું હતું. તે તેની સદી ચૂકી ગયો. તેને જસપ્રિત બુમરાહે આઉટ કર્યો હતો. વિકેટ કીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે 78 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન ટેમ્બા બાવુમા 35 રન બનાવીને યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. એડમ માર્કરામે 34 અને રાસી વેન ડુસેને 32 રન બનાવ્યા હતા.
No hundred for Janneman Malan 😐
Jasprit Bumrah cleans up Malan for 91 and South Africa lose their second.
75 runs needed off 90 balls for the hosts.
Watch the series live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#SAvIND | https://t.co/GgjKcxXNrB pic.twitter.com/LsoPDZV8aB
— ICC (@ICC) January 21, 2022
ભારતીય બોલરો બિનઅસરકારક રહ્યા
ભારતીય બોલરો શરૂઆતથી જ પોતાની લયમાં દેખાતા ન હતા અને આફ્રિકન બેટ્સમેનોએ મેદાનની ચારે તરફ સ્ટ્રોક ફટકાર્યા હતા.. ભુવનેશ્વર કુમાર ઘણો મોંઘો સાબિત થયો, તેણે સૌથી વધુ રન આપ્યા અને એકપણ વિકેટ મેળવી ન હતી. જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને શાર્દુલ ઠાકુરને 1-1 વિકેટ મળી હતી. વેંકટેશ અય્યરે તેની 5 ઓવરમાં 28 રન આપ્યા હતા અને તે કોઈ વિકેટ લઈ શક્યો નહોતો. બુમરાહ સિવાય તમામ ભારતીય બોલરોએ જોરદાર રીતે રન આપ્યા હતા. તેથી ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.
India get the breakthrough! 🔥
The 132-run opening partnership is broken by Shardul Thakur, who gets Quinton de Kock.
Watch the series live on https://t.co/CPDKNxoJ9v (in select regions)#SAvIND | https://t.co/GgjKcxXNrB pic.twitter.com/PKLHkxjtvw
— ICC (@ICC) January 21, 2022
પંતે ફિફ્ટી ફટકારી
ભારતે દક્ષિણ આફ્રિકા સામે 287 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તરફથી સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 71 બોલમાં 85 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. કેપ્ટન કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી ફરી એકવાર આશાઓ બોજ સહન કરી શક્યો નહીં અને કોઇપણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા. શિખર ધવન સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યા ન હતા અને માત્ર 29 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 11 રન, વેંકટેશ અય્યરે 22 રન બનાવ્યા છે. અંતમાં શાર્દુલ ઠાકુરે 38 બોલમાં 40 રન બનાવ્યા હતા. તેના કારણે ભારત આટલા મોટા લક્ષ્ય સુધી પહોંચી શક્યું હતું. રવિચંદ્રન અશ્વિન 25 રન બનાવી અણનમ રહ્યો હતો.
તબરેઝ શમ્સીએ કર્યું અદ્ભુત પ્રદર્શન
દક્ષિણ આફ્રિકાના બોલરોએ ભારતને શરૂઆતમાં જ આંચકો આપ્યો હતો. આફ્રિકા તરફથી તબરેઝ શમ્સીએ સૌથી વધુ બે વિકેટ લીધી છે. એસ મંગલા, એડમ માર્કરામ, ફેહલુકવાયો અને કેશવ મહારાજે 1-1 વિકેટ લીધી હતી. કેશવ મહારાજે વિરાટ કોહલીની કિંમતી વિકેટ પોતાના ખાતામાં નાખી હતી.
સીરીઝમાં ટકી રહેવા માટે મેચ જીતવી જરૂરી
ટીમ ઈન્ડિયાને પ્રથમ વનડે મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે જો ભારતીય ટીમ બીજી મેચ હારી જશે તો તે સિરીઝ હારી જશે. એટલા માટે ભારત માટે આ સિરીઝ જીતવી ખૂબ જ જરૂરી છે. ભારતીય બોલરોએ પોતાનું ટેલેન્ટ બતાવવું પડશે. કેપ્ટન કેએલ રાહુલે પણ વેંકટેશ અય્યર પાસે બોલિંગ કરાવવી જોઈએ.
બંને દેશોની ટીમો:
ભારત - કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, વેંકટેશ ઐયર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.
દક્ષિણ આફ્રિકા - ક્વિન્ટન ડી કોક, જે. મલાન, એડન મર્કરમ, આર. વી. દુસેન, તેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ મિલર, એ. ફેલક્યુકવાઓ, માર્કો જેનસન, કેશવ મહારાજ, ટી. શમ્સી, લુંગી નગિદી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે