IND vs NZ 1st Test Day 3: ટીમ ઈન્ડિયાએ તક ગુમાવી, જાણો કેવો રહ્યો દિવસ
ટીમ ઈન્ડિયા પાસે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેચમાં વાપસીની ભરપૂર તક હતી પરંતુ ગુમાવી દીધી. ભારતે પહેલા દાવમાં 165 રન કર્યાં હતાં અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે 216 રનમાં 5 વિકેટ ગુમાવી દેતા એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા વાપસી કરશે પરંતુ એવું બન્યું નહીં કારણ કે ન્યૂઝીલેન્ડે પોતાના પહેલા દાવમાં 348 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો.
Trending Photos
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા પાસે ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેચમાં વાપસીની ભરપૂર તક હતી પરંતુ ગુમાવી દીધી. ભારતે પહેલા દાવમાં 165 રન કર્યાં હતાં અને ત્યારબાદ ન્યૂઝીલેન્ડે 216 રનમાં 5 વિકેટ ગુમાવી દેતા એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા વાપસી કરશે પરંતુ એવું બન્યું નહીં કારણ કે ન્યૂઝીલેન્ડે પોતાના પહેલા દાવમાં 348 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો. અને બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાની ચાર મહત્વની વિકેટ માત્ર 113 રન પર જ પડી ગઈ અને કીવી ટીમ મેચમાં હાવી થઈ ગઈ. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે અજિંક્ય રહાણે (25) અને હનુમા વિહારી(15) ક્રિઝ પર હતાં. ટીમ ઈન્ડિયા હજુ ન્યૂઝીલેન્ડ કરતા 39 રન પાછળ છે.
ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવમાં મજબુત સ્કોર
દિવસની શરૂઆત ટીમ માટે સારી થઈ. પહેલા જ બોલ પર જસપ્રીત બુમરાહે બીજે વાટલિંગની વિકેટ લઈ લીધી. ત્યારબાદ ઈશાંતે 225 રનના સ્કોર પર ટીમ સાઉદીની વિકેટ ઝડપી ત્યારે એવું લાગ્યું કે ટીમ ઈન્ડિયા પાસે વાપસીની ભરપૂર તક છે.
વિરાટ કોહલીની આશા પર સૌથી પહેલા પાણી કોલિન ડી ગ્રૈન્ડહોમ અને કાઈલ જેમિસને ફેરવી દીધુ. બંનેએ મળીને 71 રનની ભાગીદારી કરી અને ટીમને 300 નજીક પહોંચાડી દીધી. અશ્વિને ટીમને વાપસી કરાવવાની કોશિશ કરી અને જેમિસનની વિકેટ ઝડપી.
જેમિસન બાદ ગ્રૈન્ડ હોમે ન્યૂઝીલેન્ડના 300 રન તો પાર કરાવી દીધા પરંતુ તે 310ના સ્કોર પર 43 રન બનાવીને અશ્વિનની ઓવરમાં આઉટ થઈ ગયો. અંતમાં ટ્રેન્ટ બોલ્ટે 38 રનની ઈનિંગ રમીને ટીમના સ્કોરને 348 સુધી પહોંચાડ્યો.
ટીમ ઈન્ડિયાનો બીજો દાવ
ટીમ ઈન્ડિયાની શરૂઆત તો ઠીક રહી. પરંતુ પૃથ્વી શો 14 રનના સ્કોર પર જલદી આઉટ થઈ ગયો. ત્યારબાદ પૂજારા ધીરે ધીરે રમ્યો. પરંતુ મયંકે થોડા સારા શોટ્સ રમીને ટીમના સ્કોરની સાથે પોતાના પણ 50 રન પૂરા કર્યાં. પરંતુ ચા પહેલા પૂજારા 11 રન બનાવીને બોલ્ટની બોલિંગમાં બોલ્ડ થયો.
જુઓ LIVE TV
ત્રીજા સત્રમાં વિરાટ કોહલી પાસેથી ટીમને ખુબ આશાઓ હતી. તેણે કેટલાક સારા શોટ્સ રમ્યા પરંતુ બોલ્ટના એક બાઉન્સર પર વિકેટની પાછળ કેચ પકડાવીને તે પણ પેવેલિયન ભેગો થયો અને 113 રનના સ્કોર પર ભારતે ચોથી વિકેટ ગુમાવી. અહીંથી રહાણેએ જવાબદારી સંભાળી અને હનુમા વિહારી સાથે મળીને ઈનિંગ સંભાળી. એકવાર રહાણેની હેલમેટ પર બોલ પણ લાગ્યો પરંતુ તેણે રમવાનું ચાલુ રાખ્યું.
આમ ત્રીજા દિવસની રમતના અંતે ભારતે 4 વિકેટ ગુમાવીને 11 રન કર્યાં છે. આમ છતાં હજુ તે ન્યૂઝીલેન્ડ કરતા 39 રન પાછળ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે