IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, દરેક ટીમને છોડી પાછળ

India vs New Zealand: ભારતીય ટીમે બીજી ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 65 રને શાનદાર જીત મેળવી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડતા એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 
 

IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, દરેક ટીમને છોડી પાછળ

નવી દિલ્હીઃ India vs New Zealand 2nd T20: હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 65 રને કારમો પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગ અને બેટરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. શાનદાર ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવે સદી ફટકારી બધાનું દિલ જીતી લીધુ હતું. મેચ જીતવાની સાથે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 

ટીમ ઈન્ડિયાએ બનાવ્યો આ રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ સામે મેદાનમાં ઉતરવાની સાથે ટીમ ઈન્ડિયા એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ટીમ બની ગઈ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધુ છે. ભારતે વર્ષ 2022માં 62 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ પહેલા રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે હતો, જેણે 2009માં 61 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પહેલા કોઈ ટીમ એક વર્ષમાં 60 મેચ રમી નથી. 

ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ ટી20 મેચ રમી
ભારતે વર્ષ 2022માં સૌથી વધુ 62 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં સૌથી વધુ 39 ટી20 મેચ, 18 વનડે અને 5 ટેસ્ટ સામેલ છે. ભારતે આ વર્ષે દ્વિપક્ષીય સિરીઝમાં શાનદાર પ્રદર્સન કર્યું છે. ટીમ ઈન્ડિયાએ 2022 ટી20 વિશ્વકપને છોડી દેતા દરેક જગ્યાએ પોતાની તાકાત દેખાડી છે. 

ન્યૂઝીલેન્ડ સામે જીતી મેચ
ભારતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 192 રનન ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં કીવી ટીમ 126 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 65 રને જીત મેળવી હતી. ભારત માટે સૂર્યકુમાર યાદવે તોફાની સદી ફટકારી હતી. સૂર્યાએ માત્ર 51 બોલમાં અણનમ 111 રન ફટકાર્યા હતા.  

એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ મેચ રમનારી ટીમ
વર્ષ 2022 માં ભારત - 62 મેચ
2009માં ઓસ્ટ્રેલિયા - 60 મેચ
વર્ષ 2017માં શ્રીલંકા - 57 મેચ
વર્ષ 2007માં ભારત - 55 મેચ
વર્ષ 2013માં પાકિસ્તાન - 54 મેચ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news