ઈંગ્લેન્ડની ટીમને ધ્રુવ-ગિલે ધોળે દિવસે તારા દેખાડ્યા, રાંચી ટેસ્ટ જીતવાની સાથે ભારતે સિરીઝ પણ કબજે કરી
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટથી જીત મેળવી લીધી છે. 192 રનના ટાર્ગેટને ભારતીય ટીમે ખેલના ચોથા દિવસે જ ચાના સેશન પહેલા મેળવી લીધો.
Trending Photos
ભારતીય ટીમે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રાંચી ટેસ્ટમાં પાંચ વિકેટથી જીત મેળવી લીધી છે. 192 રનના ટાર્ગેટને ભારતીય ટીમે ખેલના ચોથા દિવસે જ ચાના સેશન પહેલા મેળવી લીધો. શુભમન ગિલે 52 રન અને ધ્રુવ જુરેલ 39 રન કરીને અણનમ રહ્યા. આ જીત સાથે જ ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 3-1થી અજેય લીડ મેળવી લીધી છે. ટેસ્ટ સિરીઝની પાંચમી અને છેલ્લી મેચ 7 માર્ચથી ધર્મશાળામાં રમાશે. પહેલી ટેસ્ટ મેચમાં હાર બાદ ભારતીય ટીમે જબરદસ્ત પલટવાર કરતા હાલની ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ જીતની હેટ્રિક લગાવી છે.
રાંચીમાં જીત સાથે સિરીઝ પર કબજો
ભારતને રાંચી ટેસ્ટ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમના બેટર્સે કોઈ અનહોની થવા ન દીધી અને 61 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધો. ધમાકેદાર જીત હાંસલ કરી. આજે ચોથા દિવસે રમત શરૂ થતા વિકેટો જલદી પડતા થોડી મુશ્કેલી ઊભી થઈ હતી પરંતુ ધ્રુવ જુરેલે ફરીથી ઈનિંગ સંભાળી અને શુભમન ગિલ સાથે મળીને જીત સુધી ટીમને પહોંચાડી. બીજી ઈનિંગમાં શુભમન ગિલે સૌથી વધુ અણનમ 52 રન કર્યા. આ ઉપરાંત ધ્રુવ જુરેલે અણનમ 39 રન કર્યા. ઈંગ્લેન્ડ માટે શોએબ બશીરે 3 વિકેટ લીધી. જો રૂટ અને ટોમ હાર્ટલેએ 1-1 વિકેટ લીધી. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 145 રન પર સમેટાઈ હતી. ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 192 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
An unbeaten 72*-run partnership between @ShubmanGill & @dhruvjurel21 takes #TeamIndia over the line!
India win the Ranchi Test by 5 wickets 👏👏
Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/ORJ5nF1fsF
— BCCI (@BCCI) February 26, 2024
જીતમાં ધ્રુવ જુરેલનું મોટું યોગદાન
બીજી ઈનિંગમા જેક ક્રાઉલીએ ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 60 રન કર્યા હતા. ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 4 વિકેટ લીધી. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાને 1 વિકેટ મળી. ભારતની પહેલી ઈનિંગ 307 રન પર સમેટાઈ હતી. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગના આધારે ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. ભારતીય ટીમ માટે પહેલી ઈનિંગમાં વિકેટકિપર બેટર ધ્રુવ જુરેલે 90 રનની ખુબ મહત્વપૂર્ણ ઈનિંગ રમી. આ ઉપરાંત યશસ્વી જયસ્વાલે 73 રન કર્યા. ઈંગ્લેન્ડ તરફથી શોએબ બશીરે સૌથી વધુ 5 વિકેટ લીધી. આ અગાઉ ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 353 રન કર્યા હતા. જો રૂટે અણનમ 122 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.
ધ્રુવ જુરેલ બન્યો મેન ઓફ ધ મેચ
ધ્રુવ જુરેલની ઈમ્પ્રેસિવ રમતના પગલે તેને મેન ઓફ મેચ એવોર્ડ અપાયો. ધ્રુવે પ્રથમ ઇનિંગમાં 90 રન કર્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં 39 રન અણનમ કર્યા હતા.
સિરીઝની અત્યાર સુધી રમાયેલી મેચોના પરિણામ
1. પહેલી ટેસ્ટ મેચ (હૈદરાબાદ- - ઈંગ્લેન્ડ 28 રનથી જીત્યું
2. બીજી ટેસ્ટ (વિશાખાપટ્ટનમ)- ભારત 106 રનથી જીત્યું
3. ત્રીજી ટેસ્ટ (રાજકોટ)- ભારત 434 રનથી જીત્યું
4. ચોથી ટેસ્ટ (રાંચી)- ભારત 5 વિકેટથી જીત્યું
5. પાંચમી ટેસ્ટ (ધર્મશાળા)- 7થી 11 માર્ચ (મેચ રમાવવાની બાકી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે