IND vs ENG 1st Test: વરસાદના કારણે બીજા દિવસના ખેલમાં વિધ્ન, ટીમ ઈન્ડિયાનો સ્કોર 125/4

ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ ગઈ કાલથી શરૂ થઈ. મેચના પહેલા દિવસે ભારતીય ટીમે જબરદસ્ત રમતનું પ્રદર્શન કર્યું. જો કે આજે વરસાદનું વિધ્ન નડ્યું. નોર્ટિઘમના મેદાન પર પહેલી ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે  ખેલ રોકાઈ ગયો. 

IND vs ENG 1st Test: વરસાદના કારણે બીજા દિવસના ખેલમાં વિધ્ન, ટીમ ઈન્ડિયાનો સ્કોર 125/4

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ ગઈ કાલથી શરૂ થઈ. મેચના પહેલા દિવસે ભારતીય ટીમે જબરદસ્ત રમતનું પ્રદર્શન કર્યું. જો કે આજે વરસાદનું વિધ્ન નડ્યું. નોર્ટિઘમના મેદાન પર પહેલી ટેસ્ટના બીજા દિવસે વરસાદના કારણે  ખેલ રોકાઈ ગયો. 

બીજા દિવસની રમત
ટેસ્ટ મેચના બીજા દિવસે એક સારી શરૂઆત બાદ ટીમ ઈન્ડિયાના 3 બેટ્સમેન જલદી પેવેલિયન ભેગા થઈ ગયા અને મેચનું પાસું પલટાઈ ગયું. ચેતેશ્વર પૂજારા 4 રન બનાવીને જેમ્સ એન્ડર્સનનો શિકાર બન્યો. ત્યારબાદ પછીના બોલ પર કેપ્ટન વિરાટ કોહલી પણ આઉટ થઈ ગયો. રોહિત શર્મા લંચ પહેલા જ આઉટ થઈ ગયો હતો. વરસાદના કારણે રમત બંધ થઈ તે પહેલા ક્રિસ પર કે એલ રાહુલ અને ઋષભ પંત રમતમાં હતા. ટીમ ઈન્ડિયાએ બીજા દિવસે 4 વિકેટ ગુમાવીને 125 રન કરી લીધા છે. 

પ્રથમ દિવસની રમત
ભારત વિરુદ્ધ પહેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પણ આ નિર્ણય આકરો સાબિત થયો કારણ કે ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. આખી ટીમ 64.4 ઓવરમાં માત્ર 183 રને પેવેલિયન ભેગી થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી. જ્યારે શમીએ 3 વિકેટ, શાર્દુલ ઠાકુરે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી. ઈંગ્લેન્ડની ટીમ 183 રને ઓલઆઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગની શરૂઆત થઈ. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ભારતીય ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 13 રન કરી લીધા હતા. કે એલ રાહુલ (9) અને રોહિત શર્મા (9) રમતમાં હતા. 

પહેલી ટેસ્ટમાં બંને ટીમ આ પ્રમાણે છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન- રોહિત શર્મા, કે એલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રાહણે, ઋષભ પંત (વિકેટ કિપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન- રોની બર્ન્સ, ડોમિનિક સિબલી, જેક ક્રોલી, જો રૂટ (કેપ્ટન), જ્હોની બેયરસ્ટો, ડેનિયલ લોરેન્સ, જોસ બટલર (વિકેટ કિપર) સેમ કુરેન, ઓલી રોબિન્સન, સ્ટુઅર્ટ બ્રોડ, જેમ્સ એન્ડરસન

ભારતની આખી ટીમ- રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી (કેપ્ટન), અજિંક્ય રાહણે (વાઈસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટ કિપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ, શાર્દૂલ ઠાકુર, ઉમેશ યાદવ, કે એલ રાહુલ, રિદ્ધિમાન સાહા (વિકેટકિપર), અભિમન્યુ ઈશ્વરન, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો

ઈંગ્લેન્ડની આખી ટીમ- જો રૂટ (કેપ્ટન), રોરી બર્ન્સ, ડોમિનિક સિબલી, જોસ બટલર, માર્ક વુડ, સેમ કુરેન, જેમ્સ એન્ડરસન, જોની બેયરસ્ટો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક ક્રોલી, હસીબ હમીદ, ડેન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ઓલી રોબિન્સન, ક્રેગ ઓવરટન

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news