IND vs ENG Live: રોહિતે સિક્સર ફટકારી પુરી કરી સદી, વિદેશમાં પ્રથમ ટેસ્ટ સદી

ટીમ ઇન્ડીયા (Team India) માટે ઓવલ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય બેટ્સમેને જોરદાર સૂઝબૂઝનો નજારો રજૂ કર્યો છે. ખાસકરીને રોહિત શર્મા (Rohit Sharma) એ પોતાની ઇનિંગથી દરેક ભારતીય ફેન્સનું દિલ જીતી લીધું છે. 

IND vs ENG Live: રોહિતે સિક્સર ફટકારી પુરી કરી સદી, વિદેશમાં પ્રથમ ટેસ્ટ સદી

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયા (Team India) માટે ઓવલ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય બેટ્સમેને જોરદાર સૂઝબૂઝનો નજારો રજૂ કર્યો છે. ખાસકરીને રોહિત શર્મા (Rohit Sharma) એ પોતાની ઇનિંગથી દરેક ભારતીય ફેન્સનું દિલ જીતી લીધું છે. 

રોહિત શર્મા (Rohit Sharma) શાનદાર ઇનિંગ રમતાં સિક્સર ફટકારી પોતાની ટેસ્ટ કેરિયરની 8મી સદી ફટકારી. તેમણે 205 બોલમાં પોતાની સદી પુરી કરી, આ દરમિયાન તેમણે 12 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી છે.  

ફિફ્ટી ચૂક્યા રાહુલ
ઇગ્લેંડના સિનિયર ફાસ્ટ બોલર જેમ્સ એંડરસન (James Anderson) એ ભારતને પ્રથમ આંચકો આપ્યો છે. ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ (KL Rahul) ફિફ્ટી બનાવી ચૂક્યા છે. તે 101 બોલમાં 46 રન બનાવી શક્યા, આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા અને 1 સિક્સર ફટકારી છે. 

— BCCI (@BCCI) September 4, 2021

ઇગ્લેંડએ પહેલી ઇનિંગમાં બનાવ્યા 290 રન
આ પહેલાં ઇગ્લેંડએ પહેલી ઇનિંગમાં પોતાની 10 વિકેટ ગુમાવીને 290 રન બનાવ્યા. ઇગ્લેંડ તરફથી સૌથી વધુ ઓલી પોપએ 81 રનની ઇનિંગ રમી. આ દરમિયાન તેમણે 6 ચોગ્ગા લગાવ્યા. જોકે તે સદી બનાવવાનું ચૂકી ગયા પરંતુ તેમણે ભારતની બધી આશાઓ પર પાણી ફેરવી દીધું. હવે ચોથા દિવસે ભારતીય ટીમ ફરી એકવાર ઇગ્લેંડને દબાવવાનો પ્રયત્ન કર્યો. 

Scorecard/Clips: https://t.co/Kh5KyTSOMS

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 #ENGvIND 🇮🇳 pic.twitter.com/oty3Zlu2CG

— England Cricket (@englandcricket) September 4, 2021

ઇગ્લેંડને પહેલીવાર ઇનિંગમાં 99 રનની બઢત
ઇગ્લેંડ (England) ની પ્રથમ ઇનિંગ 290 રન પર સમેટાઇ ગઇ, તેમછતાં મેજબાનોએ ટીમ ઇન્ડીયા (Team India) ના વિરૂદ્ધ 99 રનની મહત્વપૂર્ણ બઢત પ્રાપ્ત કરી લીધી. ભારત પાસે લીડ લેવાનો અવસર હતો જે તેમણે ગુમાવી દીધો. ભારતીય બોલર ઇગ્લેંડ પર લગામ કસવામાં નિષ્ફળ રહ્યા. ઉમેશ યાદવ (Umesh Yadav) એ ભારત તરફથી સૌથી વધુ વિકેટ લીધી, તેમણે 3 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને 2-2 વિકેટ મળી, તો બીજી તરફ મોહમંદ સિરાઝ (Mohammed Siraj) અને શાર્દુલ ઠાકુર (Shardul Thakur) એ 1-1 વિકેટ પોતાના નામે કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news