IND vs AUS World Cup Final: કપિલ દેવના આ નિવેદનથી ખળભળાટ, કહ્યું- 'મને ના બોલાવ્યો...'
ICC ODI World Cup 2023: મહાન ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવનું કહેવું છે કે તેમને ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ જોવા માટેનું આમંત્રણ મળ્યું નથી. ભારતને પ્રથમ વર્લ્ડ કપ ટ્રોફી જીતાડનાર કેપ્ટન કપિલ દેવના આ નિવેદનના કારણે ભારે ખળભળાટ મચાવી દીધો છે.
Trending Photos
ICC ODI World Cup 2023: મહાન ઓલરાઉન્ડર અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે ચાલી રહેલા ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલની મધ્યમાં પોતાના આશ્ચર્યજનક ઘટસ્ફોટથી હલચલ મચાવી દીધી છે. કપિલ દેવે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. કપિલ દેવનું કહેવું છે કે તેમને ICC ODI વર્લ્ડ કપ ફાઈનલ માટે BCCI તરફથી કોઈ આમંત્રણ મળ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે હું ઈચ્છતો હતો કે તેમની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમને પણ આમંત્રિત કરવામાં આવે.
એક મીડિયા ચેનલ સાથે વાતચીત દરમિયાન કપિલ દેવે કહ્યું કે તમે મને બોલાવ્યો, હું અહીં આવ્યો છું. તેમણે નથી બોલાવ્યો, હું નથી ગયો. આ સિમ્પલ છે. હું ઇચ્છતો હતો કે મારી આખી 1983 વર્લ્ડ કપ ટીમ ત્યાં હાજર રહે. પરંતુ આટલું બધું કામ ચાલી રહ્યું છે. ઘણી બધી જવાબદારીઓ છે, ક્યારેક લોકો ભૂલી જાય છે.
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોને સન્માનિત કરવાનો રિપોર્ટ હતો
વાસ્તવમાં, પહેલા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે કપિલ દેવ ફાઈનલ માટે અમદાવાદ જતા સમયે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે BCCIએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇનિંગ બ્રેક દરમિયાન કપિલ દેવ સહિત ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનને ખાસ બ્લેઝરથી સન્માનિત કરવાની યોજના બનાવી છે.
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન આવવાની હતી અપેક્ષા
અહેવાલો અનુસાર, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ, નવ ક્રિકેટ દિગ્ગજો - ક્લાઇવ લોયડ, કપિલ દેવ, એલન બોર્ડર, અર્જુન રણતુંગા, સ્ટીવ વો, રિકી પોન્ટિંગ, મહેન્દ્ર સિંહ ધોની, માઇકલ ક્લાર્ક અને ઇયોન મોર્ગન આ અવસરની શોભા વધારવાની આશા છે.
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન:
ક્લાઈવ લોઈડ (1975, 1979 – વેસ્ટ ઈન્ડિઝ), કપિલ દેવ (1983 – ભારત), એલન બોર્ડર (1987 – ઓસ્ટ્રેલિયા), ઈમરાન ખાન (1992 – પાકિસ્તાન), અર્જુન રણતુંગા (1996 – શ્રીલંકા), સ્ટીવ વો (1999 – ઓસ્ટ્રેલિયા) ), રિકી પોન્ટિંગ (2003, 2007 - ઓસ્ટ્રેલિયા), એમએસ ધોની (2011 - ભારત), માઇકલ ક્લાર્ક (2015 - ઓસ્ટ્રેલિયા) અને ઇઓન મોર્ગન (2019 - ઇંગ્લેન્ડ).
વિજેતા ટીમ માટે ખાસ વ્યવસ્થા
તમને જણાવી દઈએ કે ICC અને BCCIએ ફાઈનલ માટે ભવ્ય સમાપન સમારોહનું આયોજન કર્યું છે, જેમાં વિજેતા ટીમ માટે ભારતીય વાયુસેના સલામી, લાઈટ અને લેસર શો અને ડ્રોન ડિસ્પ્લે જેવા વિવિધ આકર્ષણોનો સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે