આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી, T20 વર્લ્ડ કપમાં જાડેજાની ખોટ પૂરી કરશે આ ખેલાડી

Indian Team In T20 World Cup: ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી20 મેચમાં હરાવી દીધું છે. આ સાથે ટીમ ઇન્ડીયાએ સીરીઝમાં 1-1 થી બરાબરી પ્રાપ્ત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ મેચમાં એક સ્ટાર પ્લેયરે ખૂબ જ ધમાકેદાર બેટીંગ કરી છે.

આ દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી, T20 વર્લ્ડ કપમાં જાડેજાની ખોટ પૂરી કરશે આ ખેલાડી

Indian Team In T20 World Cup: ભારતે ઓસ્ટ્રેલિયાને બીજી ટી20 મેચમાં હરાવી દીધું છે. આ સાથે ટીમ ઇન્ડીયાએ સીરીઝમાં 1-1 થી બરાબરી પ્રાપ્ત કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ મેચમાં એક સ્ટાર પ્લેયરે ખૂબ જ ધમાકેદાર બેટીંગ કરી છે. આ પ્લેયરે પોતાની બોલિંગથી બધાના દિલ જીતી લીધા છે. હવે ભારતના પૂર્વ ક્રિકેટર વસીમ જાફરે મોટી ભવિષ્યવાણી કરી છે કે આ સ્ટાર ખેલાડી ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમને રવિન્દ્ર જાડેજાની ખોટ પુરી પાડશે. 

વસીમ જાફરે કરી આ ભવિષ્યવાણી
વસીમ જાફરે ESPN Crickinfo પર બોલતાં કહ્યું કે 'મને લાગે છે કે ભારત્ને ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડીયાને રવિંદ્ર જાડેજાની ખોટ સાલશે નહી. ભારતને અક્ષર પટેલના રૂપમાં ધાકડ બોલર મળી ગયો છે. જે પાવરપ્લેમાં બોલીંગ કરી શકે છે. તે સરળતાથી એક અથવા બે ઓવર કરી શકે છે. સારી વાત એ છે કે તે સ્ટંપ્સ પર આક્રમણ કરે છે, જેથી બેટ્સમેન માટે મુશ્કેલી બની જાય છે. અક્ષર પટેલ તમને વિકેટ અપાવી શકે છે. તે કઠિન લેંથથી બોલીંગ કરે છે. ભારતને જાડેજાનું યોગ્ય રિપ્લેસમેંટ મળી ગયું છે.'

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કર્યો કમાલ
અક્ષર પટેલે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બંને ટી20 મેચોમાં ધમાકેદાર બોલીંગ કરી. તેમણે બે મેચોમાં અત્યાર સુધી 5 વિકેટ પોતાના નામે કરી છે. તેમની પાસે તે કાબિલિયત છે કે તે કોઇપણ પીચ પર વિકેટ લઇ શકે છે. તેમના સ્પિનના જાદૂથી બચી સકવું મુશ્કેલ છે. ટી20 ક્રિકેટમાં તેમની ચાર ઓવર હાર અને જીતનું અંતર નક્કી કરે છે. તેમની ધીમી ગતિની બોલીંગને બેટ્સમેન જલદી સમજી શકતા નથી અને આઉટ થઇ જાય છે. 

ટી20 વર્લ્ડ કપમાં બની શકે છે કેપ્ટન રોહિતના હથિયાર
અક્ષર પટેલની કાતિલ બોલીંગ ઉપરાંત વિસ્ફોટક બેટિંગ કરવામાં માહિર પ્લેયર છે. તેમણે પોતાની બેટીંગથી ટીમ ઇન્ડીયાને ઘણી મેચો જીતાડી છે. તેમણે ભારતીય ટીમ માટે 6 ટેસ્ટ મેચોમાં 39 વિકેટ, 44 વનડે મેચોમાં 53 વિકેટ અને 28 ટી20 મેચોમાં 26 વિકેટ પોતાના નામે કરી છે. ટી20 વર્લ્ડ કપમાં કેપ્ટન રોહિત શર્માનું મોટું હથિયાર બની શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news