Ind vs Aus: કરો યા મરોના મેચમાં ભારત માટે જીત જરૂરી

ભારતની પાસે શુક્રવારે મેલબોર્નમાં શ્રેણી બરોબર કરવાની શાનદાર તક હતી પરંતુ વરસાદે તેની આશા પર પાણી ફેરવી દીધું હતું. 

Ind vs Aus: કરો યા મરોના મેચમાં ભારત માટે જીત જરૂરી

સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીનો અંતિમ અને ત્રીજો મેચ સિડનીમાં રમાશે. શ્રેણી બરાબર કરવા માટે કોહલી એન્ડ કંપનીએ આ મેચમાં વિજય મેળવવો ખૂબ જરૂરી છે. ભારત પ્રથમ મેચમાં ડકવર્થ લુઇસને કારણે હારી ગયું હતું જ્યારે બીજી મેચ વરસાદને કારણે ધોવાઇ ગઈ હતી. હવે ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા કરતા 0-1થી આગળ છે. 
સતત સાત શ્રેણી જીતનારી ભારતીય ટીમનો આ ક્રમ ભલે તૂટી ગયો પરંતુ હવે ભારતની નજર પોતાના બોલરો પાસે વધુ એકવાર શાનદાર પ્રદર્શનની આશા કરીને ત્રણ મેચની શ્રેણી બરોબર કરવાનો પ્રયત્ન કરશે. 

ભારતની પાસે શુક્રવારે મેલબોર્નમાં શ્રેણી બરોબર કરવાની શાનદાર તક હતી પરંતુ વરસાદે તેની આશા પર પાણી ફેરવી દીધું હતું. વરસાદને કારણે જ્યારે મેચ રોકવામાં આવી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં સાત વિકેટ પર 132 રન બનાવ્યા હતા. 

હવે એસસીજીમાં જીતથી ભારતીય ટીમ શ્રેણી બરોબર કરવા ઉતરી શકે છે પરંતુ મહત્વપૂર્ણ છે કે, તેનાથી ડિસેમ્બરમાં એડિલેડમાં શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેમીની અસલી પરીક્ષા પહેલા સકારાત્મક રહેવામાં મદદ મળશે. 

ભારતનું ટી20માં શાનદાર અભિયાન જુલાઈ 2017 બાદથી ચાલી રહ્યું હતું. ત્યારબાદ તેણે 27 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી જેમાંથી 20માં જીત મળી હતી. એટલું જ નહીં ઓગસ્ટ 2017થી ભારત સતત નવ ટી20 શ્રેણીમાં અજેય રહ્યું છે. તેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓક્ટોબર 2017માં બે મેચોની ડ્રો શ્રેણી પણ સામેલ છે. 

ત્યારબાદ ભારતે સતત સાત શ્રેણી જીતી છે. તેમાં શ્રીલંકામાં ત્રિકોણીય શ્રેણી અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેની ધરતી પર 2-1થી જીતેલી શ્રેણી મુખ્ય છે. 

ટીમ ઈન્ડિયામાં થશે ફેરફાર?
મેલબોર્ન પહેલા ચર્ચા હતી કે ટીમ મેનેજમેન્ટ યુજવેન્દ્ર ચહલને અંતિમ ઈવેલનમાં સામેલ કરી શકે છે, પરંતુ આમ ન થયું. આવી સંભાવના હજુ પણ છે પરંતુ બોલરોના શાનદાર પ્રદર્શનને જોતા નિર્ણાયક મેચમાં આ ટીમ સાથે ઉતરી શકાય છે. કોહલીએ ક્રુણાલ પંડ્યાની ઓલરાઉન્ડ ક્ષમતા પર વિશ્વાસ દેખાડ્યો છે. બીજી મેચમાં પંડ્યાએ 4 ઓવરમાં 26 રન આપીને મેક્સવેલને આઉટ કર્યો હતો. સિડનીની વિકેટ પણ ધીમી રહે છે તેવામાં કૃણાલને બહાર રાખવાની સંભાવના ઓછી છે. 

જો પરિસ્થિતિ સ્પિનરોને અનુકૂળ રહે છે તો ભારત ચહલને અંતિમ ઈલેવનમાં રાખવા પર વિચાર કરી શકે છે. તે માટે ખલીલ અહમદે બહાર બેસવુ પડશે, જે અત્યાર સુધી ખર્ચાળ સાબિત થયો છે. 

ત્રીજા નંબર ઉતરશે કોહલી! 
મેલબોર્નમાં ભલે વરસાદને કારણે મેચ આગળ ન વધ્યો પરંતુ જ્યારે ઓપનિંગ બેટ્સમેન ધવન અને રોહિત શર્મા બેટિંગ માટે તૈયાર હતા ત્યારે કોહલી પણ પેડ પહેરીની બેઠો હતો. તેથી સંકેત મળે છે કે રાહુલની અસફળતાને જોતા કોહલી ત્રીજા ક્રમે બેટિંગ કરી શકે છે. 

મિચેલ સ્ટાર્કની થઈ વાપસી
ઓસ્ટ્રેલિયન ટીમને પણ પોતાની ચિંતા છે. તેનું ટોપ ઓર્ડર ચાલતુ નથી અને ફાસ્ટ બોલર સ્ટાનલેક ઈજાગ્રસ્ત થવાથી સમસ્યા વધી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેના સ્થાને મિશેલ સ્ટાર્કને ટીમમાં સ્થાન આવ્યું છે. સ્ટાર્કે પોતાની અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ 2016માં રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news