IND vs AUS: સિડનીમાં પાંચ ટી20 મેચમાં માત્ર ટીમ ઇન્ડિયાથી હારી છે ઓસ્ટ્રેલિયા
બ્રિસબેનમાં રમાયેલી પહેલી મેચમાં હાર્યા અને મેલબર્નમાં રમાયેલી બીજી મેચમાં વરસાદને કારણે ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં 1-0થી પાછળ છે.
Trending Photos
સિડની: ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ ટી20 મેચની સીરીઝમાં રવિવારે સીડનીમાં રમાયેલી ત્રીજી મેચમાં સીરીઝ બચાવવા માટે એક પડકાર છે. બ્રિસબેનમાં રમાયેલી પહેલી મેચમાં હાર્યા અને મેલબર્નમાં રમાયેલી બીજી મેચમાં વરસાદને કારણે ટીમ ઇન્ડિયા આ સીરીઝમાં 1-0થી પાછળ છે. ટીમ ઇન્ડિયાની પાસે સીરીઝ જીતવા માટે તક વધી નથી, પરંતુ તેઓ સીરીઝ હારવાથી બચી શકે છે.
આ મેચ જોવામાં આવે તો ટીમ ઇન્ડિયા માટે ઘણી મુશ્કેલ છે. સીરીઝમાં પછડાવવાના દબાણ અને મેજબાન ટીમમાં મિચેલ સ્ટાર્કના આવવાથી મજબૂતી આ બંને વાત ભારતની સામે છે. બંને ટીમ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક રીતથી નિર્ણાયક મેચમાં સામસામે જોવા મળશે. ઓસ્ટ્રેલિયાને ફાયદો આ છે કે તેઓ અત્યારે સીરીઝ હારવાની સ્થિતિમાં નથી. સીરીઝ અત્યારે એ પરિસ્થિતિમાં છે કે ઓસ્ટ્રેલિયા સીરીઝ તેમના નામ કરશે અથવા ડ્રો પર પૂરી થશે.
અગાઉની મેચોમાં ટીમ ઇન્ડિયા જીતી હતી પરંતુ રેકોર્ડ ઓઓસ્ટ્રેલિયાનો સારો છે
અગાઉની બે ટી-20 સીરીઝમાં હારનારી મેજબાન ટીમની પાસે તેમની સ્થિતિને સુધારવા માટે આ એક સારી તક છે અને તેઓ આ તકને છોડવા ઇચ્છશે નહીં. ત્યારે ભારત પણ સંપૂર્ણ પ્રયત્ન કરશે કે તેઓ છેલ્લી મેચ જીતી સીરીઝ હારવાથી બચી જાય. ગત વખતે બન્ને ટીમ જ્યારે આ મેદાનમાં ઉતરી હતી, ત્યારે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા આ મેદાન પર માત્ર ભારતથી હારી છે અને તેણે સિડનીમાં પાંચમાંથી ચાર મેચ જીતી છે.
સ્ટાર્કની વાપસીથી ઓસ્ટ્રેલિયામાં ઉત્સાહ
ઓસ્ટ્રેલિયન ટીમ પણ ચિંતામાં છે. તેમને મુખ્ય ક્રમ નીચે જઇ રહ્યો છે અને ફાસ્ટ બોલર બિલી સ્ટેનલેકને ઇજા પહોંચવાના કારણે તેમની સમસ્યા વધી ગઇ હતી. ઓસ્ટ્રેલિયાને તેમની જગ્યાએ મિશેલ સ્ટાર્કને ટીમમાં લીધો છે. જેણે તેની છેલ્લી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ 2016માં રમ્યો હતો. બીજી મેચમાં નાથન કૂલ્ટર નાઇલ તેની જગ્યાએ રમ્યો હતો. સ્ટાર્કના આવવાથી ઓસ્ટ્રેલિયાની મજબૂતી વધી છે.
આ મેચમાં વરસાદ થવાની સંભાવના નથી
પહેલી બે મેચમાં વરસાદના કારણે પ્રભાવિત થઇ હતી. પહેલી મેચમાં વરસાદને કારણે ભારતને મોટો લક્ષ્ય મળ્યો હતો તો બીજી મેચમાં માત્ર પેહલી ઇનિંગ્સ જ રમાઇ હતી અન સતત વરસાદના કારણે મેચ રદ કરવામાં આવી હતી. જોકે રવિવારે વરસાદ થવાની સંભાવના નથી.
ભારતીય બોલરમાં આવ્યો સુધારો
ભારતના બોલરોએ આ મેચમાં જે રીતે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા તે શાનદાર હતું. જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદે શાનદાર બોલિંગ કરી હતી તો સ્પિનમાં કુલદીપ યાદવ અને ક્રુણાલ પાંડ્યાએ પણ રન આપ્યા ન હતા. ભારતીય ટીમના પ્રબંધન તેમની બોલિંગથી ખુશ થશે. ટીમમાં ફેરફારની આશા ઓછી છે.
બેટ્સમેનોએ કરવી પડશે વાપસી
બેટિંગમાં પહેલી મેચમાં ભારતીય ટીમ લક્ષ્યની નજીક પહોંચી ગઇ હતી. તેમાં માત્ર શિખર ધવને પચાસ રનની ઇનિંગ રમ્યો હતો અને છેલ્લે દિનેશ કાર્તિકે 30 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. રોહિત અને વિરાટ કોહલી નિષ્ફળ રહ્યાં હતા તો ઋષભ પંત પણ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો. જ્યારે લોકેશ રાહુલનું બેટ શાંત જ છે.
સંભવિત ટીમો
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), દિનશ કાર્તિક, ક્રૂણાલ પાંડ્યા, કુલદીપ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગટન સુંદર, શ્રેયસ અય્યર, ઉમેશ યાદવ, મનીષ પાંડે
ઓસ્ટ્રેલિયન ટીમ: એરોન ફિંચ (કેપ્તાન), એશ્ટન અગર, જેસન બેહેરનડોર્ફ, એલેક્સ કૈરી, નાથન કુલ્ટર નાઇલ, ક્રિસ લિન, બેન મેક્ડોરમેટ, ગ્લેન મેક્સવેલ, ડાર્સી શોર્ટ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એડ્રિયૂ ટાઇ, એડમ જમ્પા
(ઇનપુટ આઇએએનએસ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે