IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે આપી માત, મેથ્યૂ વેડનું ધમાકેદાર પ્રદર્શન

IND vs AUS 1st T20I Match: ઓસ્ટ્રેલિયા તરફથી કૈમરૂન ગ્રીને તોફાની ઇનિંગ રમતાં 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 61 રનની તોફાની ઇનિંગ રમી. તો બીજી તરફ તેમના ઉપરાંત મેચના અંતમાં મેથ્યૂ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી અને આ ટાર્ગેટને પ્રાપ્ત કર્યો હતો. 

IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે આપી માત, મેથ્યૂ વેડનું ધમાકેદાર પ્રદર્શન

IND vs AUS 1st T20I Match: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની T20I સીરીઝનો પ્રથમ મુકાબલો મોહાલીમાં રમાઇ ગયો. આ મેચમાં ભારતે પહેલાં બેટીંગ કરતાં 200 થી વધુ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, પરંતુ તેમછતાં પણ રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ટીમને આકરી હારનો સામનો કરવો પડ્યો. આ મેચમાં ભારતને 4 વિકેટથી હાર મલી અને ટીમ આ સીરીઝમાં 0-1 થી પાછળ રહી ગઇ છે. 

ઓસ્ટ્રેલિયા તરફથી કૈમરૂન ગ્રીને તોફાની ઇનિંગ રમતાં 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 સિક્સરની મદદથી 61 રનની તોફાની ઇનિંગ રમી. તો બીજી તરફ તેમના ઉપરાંત મેચના અંતમાં મેથ્યૂ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી અને આ ટાર્ગેટને પ્રાપ્ત કર્યો હતો. 

આ મેચમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો. એવામાં રોહિત શર્માની કેપ્ટનશિપવાળી ભારતીય ટીમ પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા. આ પ્રકારે ઓસ્ટ્રેલિયાની સામે જીત માટે 209 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ઓસ્ટ્રેલિયાની ટીમે 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધો અને મુકાબલો 4 વિકેટથી જીતી લીધો. 
 
ભારત માટે કેએલ રાહુલે 55 રન બનાવ્યા. તો બીજી તરફ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં અણનમ 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. હાર્દિકે અંતિમ ત્રણ ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી. જોકે હાર્દિકની આ ઇનિંગ ભારતીય ટીમને જીત અપાવી શકી નહી અને ઓસ્ટ્રેલિયાએ આ મુકાબલો 4 વિકેટથી પોતાના નામે કરી દીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news