Ind vs Aus: ટર્નિંગ પીચની જાળમાં ફસાઈને ભારતે ઈન્દોર ટેસ્ટ ગુમાવી, ઓસ્ટ્રેલિયા ત્રીજા દિવસે જીત્યું મેચ, WTC ફાઈનલમાં પહોંચ્યું

Ind vs Aus: ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકટથી સજ્જડ હારનો સામનો કરાવી દીધો. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 76 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો જે તેણે તેના ત્રીજા દિવસેલંચ પહેલા જ મેળવી લીધો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો નાથન લાયન રહ્યો જેણે મેચમાં કુલ 11 વિકેટ લીધી. 

 Ind vs Aus: ટર્નિંગ પીચની જાળમાં ફસાઈને ભારતે ઈન્દોર ટેસ્ટ ગુમાવી, ઓસ્ટ્રેલિયા ત્રીજા દિવસે જીત્યું મેચ, WTC ફાઈનલમાં પહોંચ્યું

ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકટથી સજ્જડ હારનો સામનો કરાવી દીધો. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 76 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો જે તેણે તેના ત્રીજા દિવસેલંચ પહેલા જ મેળવી લીધો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો નાથન લાયન રહ્યો જેણે મેચમાં કુલ 11 વિકેટ લીધી. 

ઈન્દોર ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 વિકટથી સજ્જડ હારનો સામનો કરાવી દીધો. ભારતે ઓસ્ટ્રેલિયાને જીત માટે માત્ર 76 રનનો જ ટાર્ગેટ આપ્યો હતો જે તેણે તેના ત્રીજા દિવસેલંચ પહેલા જ મેળવી લીધો. ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો નાથન લાયન રહ્યો જેણે મેચમાં કુલ 11 વિકેટ લીધી. જો કે ચાર મેચની બોર્ડર ગાવસ્કર સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 2-1થી અજેય લીડ જાળવી રાખી છે. ઓસ્ટ્રેલિયા માટે હવે આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયાને હરાવવી તો શક્ય નહીં બને, પરંતુ હવે કાંગારુઓ માટે 2-2થી સિરીઝ બરાબર કરવાનો રસ્તો ખુલી ગયો છે. 

Australia qualify for World Test Championship final with this win.#INDvsAUSTest

— ANI (@ANI) March 3, 2023

 

માત્ર 76 રનનો હતો ટાર્ગેટ
ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જીત માટે માત્ર 76 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે એક જ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાને માત આપવા માટે જે ટર્નિંગ પીચની જાળ ગૂંથી હતી તેમાં ટીમ પોતે જ ફસાઈ ગઈ અને 9 વિકેટથી મેચ હારી ગઈ. રોહિત બ્રિગેડનું આખું પ્લાનિંગ જેમનું તેમ રહી ગયું. ચોથી અને છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. 

ટર્નિંગ પિચની જાળમાં ફસાઈને ગુમાવી ટેસ્ટ
ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિને દિવસના બીજા બોલ પર ઉસ્માન ખ્વાજાને 0 પર આઉટ કરીને ભારતીય ચાહકોની આશા જગાવી પરંતુ 12માં ઓવરમાં બોલ બદલાઈ ગયો. બોલ બદલાતા જ ઓસ્ટ્રેલિયાના તેવર પણ બદલાઈ ગયા. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને આક્રમક બેટિંગ કરવાનું શરૂ કરી દીધુ. ટ્રેવિસ હેડ (49 રન) અને માર્નસ લાબુશેન (28 રન) અણનમ પાછા ફર્યા. ચેતેશ્વર પુજારાની અડધી સદી છતાં ટીમ ઈન્ડિયા નાથન લિયોનની ( 64 રનમાં 8 વિકેટ) ફિરકીના જાદુ સામે ફસાઈ ગઈ  અને બીજી ઈનિંગમાં માત્ર 163 રન કર્યા. જેના કારણે ઓસ્ટ્રેલિયા માટે જીત સરળ બની કારણ કે માત્ર 76 રનનો લક્ષ્યાંક મળ્યો. સ્પીન માટે અનુકૂળ પીચ પર ભારતીય બેટ્સમેનોએ એકવાર ફરીથી ઝઝૂમવું પડ્યું અને પૂજારા (142 બોલમાં 59 રન, પાંચ ચોગ્ગા, એક છગ્ગો) સિવાય કોઈ જ બેટ્સમેન  લિયોન સામે ટકી શક્યો નહીં. લિયોને મેચમાં 99 રન આપીને 11 વિકેટ લીધી. 

ખરાબ શોટ પણ કારણ
 પૂજારા સિવાય માત્ર શ્રેયસ ઐય્યર (26) જ 20 રનનો આંકડો પાર કરી શક્યો. ભારતીય બેટ્સમેનના ખરાબ શોટ પણ કારણભૂત રહ્યા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ શાનદાર  ફિલ્ડિંગ કરી. ભારતીય ટીમ બુધવારે પહેલી ઈનિંગમાં માત્ર 103 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ ગુરુવારે સવારના સેશનમાં ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને ઓફ સ્પીનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 197 રન પર સમેટીને મેજબાન ટીમની વાપસીની આશા જગાવી. ઓસ્ટ્રેલિયાએ 88 રનની લીડ મેળવી હતી. 

રોહિત વિરાટ બંને ફ્લોપ
બીજી ઈનિંગમાં ભારતની શરૂઆત સારી રહી નહતી. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા લોકેશ રાહુલની જગ્યાએ ટીમમા શુભમન ગિલને સામેલ કરાયો જે એકવાર ફરીથી નાકામ રહ્યો અને લિયોનના બોલને આગળ આવીને ફટકારવામાં બોલ્ડ થયો. લિયોને ત્યારબાદ  ભારતીય કેપ્ટન રોહિત શર્માનો વારો કાઢ્યો. વિરાટ કોહલી સ્પિનર મેથ્યુ કુહનેમેનના બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ બીજા બોલે એલબીડબલ્યુ થયા. 

ઐય્યરના આક્રમક તેવર
રવિન્દ્ર જાડેજા પણ ચાના વિશ્રામ પહેલા જ લિયોનના  બોલે 7 રને આઉટ થયો. મેદાનના એમ્પાયરે આઉટ નહતો આપ્યો પરંતુ ઓસ્ટ્રેલિયાએ ડીઆરએસ લેતા પેવેલિયન ભેગા થવું પડ્યું. પૂજારા જોકે બીજા છેડે ડટી રહ્યા હતા. તેમણે સ્પિનરો સામે પોતાના ડિફેન્સ પર ભરોસો કર્યો અને આગળ વધીને તથા બેકફૂટ પર પણ સારા શોટ માર્યા. બીજા દિવસે ચા બાદ ઐચ્યરે આક્રમક તેવર બતાવ્યા. તેમે કુહનેમેનની સતત ઓવરોમાં છગ્ગા મારીને લિયોનની બોલિંગમાં પણ સતત બે ચોગ્ગા માર્યા. એસ ભરતે એકવાર ફરીથી નિરાશ કર્યા. 

મેચની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યા તેવર
ભારતે પોતાની પહેલી ઈનિંગમાં 109 રન કર્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા પોતાની પહેલી ઈનિંગમાં 197 રન કરવામાં સફળ રહ્યું અને 88 રનની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ભારતે પોતાની બીજી ઈનિંગ 163 રન કર્યા અને આ રીતે ઓસ્ટ્રેલિયાને જીત માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેણે એક વિકેટ ગુમાવીને મેળવી લીધો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news