IND vs AUS 2nd ODI: જીતની નજીક ઓસ્ટ્રેલિયા, ભારતે 8 વિકેટ ગુમાવી
ઓસ્ટ્રેલિયાના 390 રનના મસમોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા. મયંક અગ્રવાલ 28 રન અને શિખર ધવન 30 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. બંનેએ શરૂઆત સારી કરી પરંતુ મોટી ઈનિંગ રમી શક્યા નહી.
Trending Photos
નવી દિલ્હી: સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે બીજી વનડે રમાઈ રહી છે. મેજબાન ટીમે ચાર વિકેટના નુકસાન પર નિર્ધારિત ઓવરોમાં 389 રન બનાવ્યા. જેમાં સ્ટિવ સ્મીથની શાનદાર સદી સામેલ છે. મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને ઉપરાઉપરે બે ઝટકા મળ્યા. જો કે ત્યારબાદ શ્રેયસ ઐય્યર પણ ટકી શક્યો નહીં અને -327/8 (48 ઓવર)
કેએલ રાહુલ થયા આઉટ
ભારતને 5મો આંચકો થવા લાગ્યો છે. કેએલ રાહુલ 66 બોલમાં 76 રન બનાવીને આઉટ થયા છે.
સદી ચૂક્યો વિરાટ
ભારતને વધુ એક ઝટકો લાગ્યો છે. શાનદાર બેટીંગ કરી રહેલા વિરાટ કોહલી પેવેલિયન પરત ફર્યા છે. વિરાટે 87 બોલમાં 89 રનનની ધમાકેદાર ઇનિંગ રમી.
ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો
ભારતને ત્રીજો ઝટકો લાગ્યો છે. શ્રેયસ ઐય્યર 36 બોલમાં 38 રન કરીને પેવેલિયન ભેગો થયો છે. હેનરિક્સના બોલ પર સ્ટીવ સ્મિથને કેચ આપી બેઠો.
વિરાટ કોહલીની અડધી સદી
ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ એક છેડો સંભાળી રાખ્યો અને આ બધા વચ્ચે તેણે પોતાની અડધી સદી પણ પૂરી કરી લીધી.
ભારતની ખરાબ શરૂઆત
ઓસ્ટ્રેલિયાના 390 રનના મસમોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાને ઉપરાઉપરી બે ઝટકા લાગ્યા. મયંક અગ્રવાલ 28 રન અને શિખર ધવન 30 રન બનાવીને પેવેલિયન ભેગા થયા. બંનેએ શરૂઆત સારી કરી પરંતુ મોટી ઈનિંગ રમી શક્યા નહી.
ભારતને 390 રનનો લક્ષ્યાંક
મેજબાન ટીમે જોરદાર બેટિંગનું પ્રદર્શન કરતા નિર્ધારીત ઓવરોમાં 389 રન કર્યા અને ભારત સામે જીત માટે 390 રનનો લક્ષ્યાંક મૂક્યો.
લબુશેનની અડધી સદી
માર્નસ લબુશેને 61 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 70 રનની ઈનિંગ રમી. જસપ્રીત બુમરાહે તેની વિકેટ લીધી.
સ્મિથની સેન્ચ્યુરી
સ્ટીવ સ્મિથે ભારત વિરુદ્ધ સતત બીજી વનડે મેચમાં સદી ફટકારી છે. તેણે 69 બોલમાં 14 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા. હાર્દિક પંડ્યાની બોલિંગમાં શમીએ કેચ કર્યો.
ડેવિડ વોર્નર પેવેલિયન ભેગો થયો
ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે માત્ર 77 બોલમાં 83 રનની શાનદાર ઈનિંગ રમી. શ્રેયસ ઐય્યરે તેને રન આઉટ કર્યો.
એરોન ફિન્ચ આઉટ
એરોન ફિન્ચ 60 રન બનાવીને આઉટ થયો છે. મોહમ્મદ શમીની બોલિંગમાં કેપ્ટન વિરાટ કોહલીએ તેનો કેચ પકડ્યો. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની પહેલી વિકેટ પણ પડી.
ડેવિડ વોર્નરના 50 રન પૂરા
ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નરે માત્ર 39 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા અને ટીમને મજબૂત શરૂઆત આપી.
PowerPlayમાં ફરી ભારત નિષ્ફળ
સતત 5મી વાર આવું બન્યું છે કે ટીમ ઈન્ડિયા વનડે મેચમાં પાવરપ્લે દરમિયાન એક પણ વિકેટ મેળવી શકી નથી. 27 નવેમ્બરે રમાયેલી મેચમાં પણ આવું જ થયું હતું.
ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ
આ અગાઉ આજે ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. 27 નવેમ્બરે આ જ મેદાન પર સિરીઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 66 રનથી હરાવ્યું હતું.
ભારત પ્લેઈંગ XI: શિખર ધવન, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐય્યર, કે એલ રાહુલ (વિકેટ કિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, નવદીપ સૈની, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
ઓસ્ટ્રેલિયા પ્લેઈંગ XI: એરોન ફીન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, મોઈજેસ હેનરિક્સ, એલેક્સ કૈરી (વિકેટકિપર), ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જોશ હેજલવુડ, એડન જામ્પા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે