R Ashwin આધુનિક સમયનો મહાન ખેલાડી, ખુશ છું કે તે મારી ટીમમાં છેઃ વિરાટ કોહલી
India vs England pink ball test : આર અશ્વિને અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. ભારતીય સ્પિનરોએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડે નાઇટ મેચમાં કુલ 19 વિકેટ ઝડપી. જ્યારે એક વિકેટ ફાસ્ટ બોલર ઈશાંત શર્માને મળી હતી.
Trending Photos
અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) ની પ્રશંસા કરતા તેને આધુનિક સમનયો મહાન ખેલાડી ગણાવ્યો છે. ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી પિંક બોલ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને (India vs England pink ball test) બીજા દિવસે 10 વિકેટે પરાજય આપ્યો હતો. આ જીતમાં અશ્વિનની ભૂમિકા મહત્વની રહી.
અશ્વિને પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં ચાર વિકેટ ઝડપી. હાલની ટેસ્ટ સિરીઝમાં અશ્વિને બોલની સાથે બેટથી પણ કમાલ કર્યો છે. તેણે 3 ટેસ્ટ મેચોની પાંચ ઈનિંગમાં 176 રન બનાવ્યા છે. આ સિવાય અશ્વિનના નામે સર્વાધિક 24 વિકેટ છે.
આ પણ વાંચોઃ Ind vs Eng: અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, આ કરનાર ભારતનો બીજો સ્પિનર
ઈંગ્લેન્ડ વિરુદ્ધ જારી 4 મેચોની ટેસ્ટ સિરીઝમાં અશ્વિન સર્વાધિક વિકેટ ઝડપનાર બોલર છે. અમદાવાદ ટેસ્ટમાં મળેલી શાનદાર જીત બાદ કોહલીએ કહ્યુ, 'રવિચંદ્રન અશ્વિનની પ્રશંસા કરવી જોઈએ. તે ટેસ્ટ ક્રિકેટમાં આધુનિક સમયનો મહાન ખેલાડી છે. કેપ્ટન તરીકે હું ખુબ ખુશ છું કે અશ્વિન મારી ટીમમાં છે.'
અશ્વિને 400 વિકેટ પૂરી કરી
ભારતીય ટીમની આ જીતમાં સ્પિનરોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. અશ્વિને આ દરમિયાન પોતાની 400 ટેસ્ટ વિકેટ પણ પૂરી કરી છે. જોફ્રા આર્ચર અશ્વિનનો 400મો ટેસ્ટ શિકાર બન્યો હતો. મેચ બાદ અશ્વિને સ્વીકાર્યુ કે, પ્રથમ ઈનિંગમાં ઓછી લીડ બાદ તે નર્વસ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ IND vs ENG: ભારતે બે દિવસમાં જીતી મેચ, જાણો અત્યાર સુધી ટેસ્ટ ઈતિહાસમાં કેટલીવાર આમ થયું
ભારતનો 10 વિકેટે વિજય
વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ (India vs England pink ball test) ને 10 વિકેટે હરાવી 4 મેચોની સિરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે. મહેમાન ટીમે આપેલા 49 રનના લક્ષ્યને ભારતીય ટીમે આઠમી ઓવરમાં હાસિલ કરી લીધો હતો. સિરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં જ 4 માર્ચથી રમાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે