IND vs ENG: જો રોહિત નહીં રમે તો ઈંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં આવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવન
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી રિશેડ્યૂલ ટેસ્ટ 1 જુલાઈથી રમાશે. આ મેચમાં ભારતનો કેપ્ટન રોહિત શર્મા બહાર રહી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ England vs India, 5th Test (Rescheduled match): ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ બર્મિંઘમના એઝબેસ્ટનમાં રમાશે. ભારતીય ટીમ હાલ સિરીઝમાં 2-1થી આગળ છે. ભારતની નજર અહીં ટેસ્ટ સિરીઝ જીતવા પર રહેશે તો ઈંગ્લેન્ડની ટીમ અહીં શ્રેણી ડ્રો કરાવવા મેદાને ઉતરશે.
પરંતુ આ મહત્વના મુકાબલા પહેલા ટીમ ઈન્ડિયાને મોટા ઝટકા લાગ્યા છે. પહેલાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ કેએલ રાહુલ ઈજાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્મા પણ કોરોના પોઝિટિવ છે. રોહિત આ ટેસ્ટ મેચમાં રમશે કે નહીં તેની સ્થિતિ આજે રાત સુધી સ્પષ્ટ થઈ જશે. જો આ મેચમાં રોહિત નહીં રમે તો ભારતીય ટીમની કમાન કોને મળશે, તે જોવાનું રહેશે. આ સિવાય રોહિતની ગેરહાજરીમાં આવી રહી શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન.
શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે આ ખેલાડી
જો રોહિત શર્મા એઝબેસ્ટન ટેસ્ટ નહીં રમે તો શુભમન ગિલ કે મયંક અગ્રવાલ ઈનિંગની શરૂઆત કરી શકે ચે. ત્યારબાદ ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારાના રમવાની સંભાવના છે. જો મિડલ ઓર્ડરની વાત કરીએ તો ચાર નંબર પર વિરાટ કોહલી, પાંચ નંબર પર હનુમા વિહારી અને ત્યારબાદ વિકેટકીપર રિષભ પંત જોવા મળશે.
ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરી શકે છે ભારત
ઈંગ્લેન્ડ વિરુદ્ધ આ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા ચાર ફાસ્ટ બોલરો સાથે ઉતરી શકે છે. રવિન્દ્ર જાડેજાની જગ્યા પ્લેઇંગ ઇલેવનમાં નક્કી છે. તે સાતમાં ક્રમે બેટિંગ કરશે. તો ફાસ્ટ બોલરમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ રમી શકે છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે