ICC World Test Championship: પોઈન્ટ ટેબલમાં ભારત મજબૂત, જુઓ અન્ય ટીમોની સ્થિતિ

ICC World Test Championship Points Table: ભારતીય ટીમે આફ્રિકાને હરાવીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. 
 

ICC World Test Championship: પોઈન્ટ ટેબલમાં ભારત મજબૂત, જુઓ અન્ય ટીમોની સ્થિતિ

નવી દિલ્હીઃ ICC World Test Championship Points Table: ભારતીય ટીમે આફ્રિકાને હરાવીને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. રવિવારે સમાપ્ત થયેલી ટેસ્ટ મેચમાં ભારતે આફ્રિકાને 203 રનથી પરાજય આપ્યો હતો. આ જીત બાદ ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાનું પ્રથમ સ્થાન વધુ મજબૂત કર્યું છે. 

ભારતને મળેલી આ શાનદાર જીત બાદ WTCના પોઈન્ટ ટેબલમાં 40 પોઈન્ટ મળ્યા છે. આ 40 પોઈન્ટની સાથે ભારતીય ટીમે પોતાનું નંબર-1નું સ્થાન વધુ મજબૂત કર્યું છે. ભારતીય ટીમ હાલમાં 160 પોઈન્ટ અને સૌથી સારી નેટ રન રેટની સાથે પ્રથમ સ્થાન પર છે. ભારતે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પોતાની પ્રથમ ત્રણેય મેચ જીતી લીધી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝને ભારતે 2-0થી પરાજય આપ્યો હતો. 

જુઓ આઈસીસી વર્લ્ડ ચેમ્પિયનશિપનું નવું પોઈન્ટ ટેબલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા નવા પોઈન્ટ ટેબલમાં ભારત 160 પોઈન્ટની સાથે પ્રથમ જ્યારે ન્યૂઝીલેન્ડ 60 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. તો શ્રીલંકાની ટીમ ત્રીજા ક્રમે છે. મહત્વનું છે કે અત્યાર સુધી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમે એકપણ મેચ રમી નથી. 

આ રીતે મળે છે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોઈન્ટ
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત બે દેશો વચ્ચે જો કોઈ ટેસ્ટ સિરીઝ બે મેચોની હોય તો, તેમાં એક મેચ જીતવા પર 60 પોઈન્ટ મળશે. તો જો સિરીઝ ત્રણ મેચની હોય તો તેમાં એક મેચ જીતવા પર 40 પોઈન્ટ મળશે. આ સિવાય ચાર મેચોની સિરીઝમાં એક મેચ જીતવા પર 30 પોઈન્ટ મળશે, જ્યારે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં એક મેચ જીતવા પર કુલ 24 પોઈન્ટ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news