ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાયો ઈતિહાસ

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં હવે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ટાઈટલ માટે મેચ 18 જૂને લોર્ડ્સમાં રમાશે. જેમાં જીતનારી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ટાઈટલ પોતાના નામે કરી લેશે. 

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યું ભારત, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચાયો ઈતિહાસ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને 25 રનથી ઈંગ્લેન્ડને કારમો પરાજય આપ્યો. તેની સાથે જ ભારત આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારતે 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડને 3-1થી પરાજય આપ્યો. તેની સાથે જ ઓસ્ટ્રેલિયાનું ફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં હવે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ટાઈટલ માટે મેચ 18 જૂને લોર્ડ્સમાં રમાશે. જેમાં જીતનારી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનું ટાઈટલ પોતાના નામે કરી લેશે. 

 

— ICC (@ICC) March 6, 2021

 

ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા મેળવી લીધી છે. જ્યાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ પહેલાં ઈંગ્લેન્ડ યજમાન ભારત સામે ચાર મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ ગુમાવ્યા પછી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલની દોડમાંથી બહાર થઈ ગયું હતું. ભારતે 4 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ ગુમાવ્યા પછી શાનદાર વાપસી કરી અને સતત ત્રણ ટેસ્ટ મેચ જીતતાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ટાઈટલની દોડમાં જગ્યા બનાવી. 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ભારતીય ટીમ 520 પોઈન્ટની સાથે પહેલા નંબર પર રહી. જ્યારે ન્યૂઝીલેન્ડે 420 પોઈન્ટની સાથે બીજા નંબરે ફિનીશ કર્યુ. ઓસ્ટ્રેલિયા 332 પોઈન્ટની સાથે ત્રીજા નંબર પર રહી. અને ફાઈનલમાં જગ્યા મેળવવાથી ચૂકી ગઈ.  

પહેલી મેચ ગુમાવ્યા પછી કઈ-કઈ સિરીઝ ભારતે જીતી: 

ભારત-ઈંગ્લેન્ડ   1972-73     2-1થી વિજેતા 

ભારત-ઓસ્ટ્રેલિયા 2000-01  2-1થી વિજેતા 

ભારત-શ્રીલંકા   2015 2-1થી વિજેતા 

ભારત-ઓસ્ટ્રેલિયા 2016-17  2-1થી વિજેતા 

ભારત-ઓસ્ટ્રેલિયા 2020-21  2-1થી વિજેતા 

ભારત-ઈંગ્લેન્ડ   2020-21     2-1થી વિજેતા 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news