World Cup 2019: સચિન-લારાની ક્લબમાં સામેલ થશે ગેલ, સાથે બનશે 'સિક્સર કિંગ'
વિશ્વકપમાં ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર અને પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ સર્વાધિક 6-6 વિશ્વકપમાં રમ્યા છે, પરંતુ 16 એવા ખેલાડી છે જે પાંચ વિશ્વકપમાં રમ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ બ્રિટનમાં 30 મેથી શરૂ થતાં વિશ્વ કપમાં ઉતરવાની સાથે પાંચ કે તેનાથી વધુ વખત ક્રિકેટ મહાકુંભમાં સામેલ થનારા ક્રિકેટરોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થનારો વિશ્વનો 19મો ખેલાડી બની જશે. ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકર અને પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ સર્વાધિક 6-6 વિશ્વ કપ રમ્યા છે, પરંતુ 16 એવા ખેલાડી છે જે પાંચ વિશ્વકપ રમ્યા છે.
તેમાં બ્રાયન લારા, ઇમરાન ખાન, અર્જુન રણતુંગા, મુથૈયા મુરલીધરન, વસીમ અકરમ, રિકી પોન્ટિંગ, જેક કાલિસ વગેરે સામેલ છે. ગેલ હવે લારા અને શિવનારાયણ ચંદ્રપોલ બાદ આ યાદીમાં સામેલ થવાનો ત્રીજો કેરેબિયન ખેલાડી બનશે.
ભારતના વિશ્વ વિજેતા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સહિત સાત ખેલાડી ચોથી વખત વિશ્વકપમાં ઉતરશે. ધોની 2007થી આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યો છે અને 2011માં તેની આગેવાનીમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. તેણે અત્યાર સુધી વિશ્વકપમાં 20 મેચોમાં 507 રન બનાવ્યા છે તથા 32 શિકાર કર્યાં છે.
બાંગ્લાદેશના ચાર ખેલાડી પોતાના ચોથા વિશ્વકપમાં ભાગ લેશે. તેમાં કેપ્ટન મુશરફે મુર્તજા પણ સામેલ છે, જે ગેલ બાદ એકમાત્ર એવો ખેલાડી છે, જેણે 2003ના વિશ્વકપમાં પણ ભાગ લીધો હતો પરંતુ તે 2011માં ટીમમાં નહતો. આ સિવાય મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન અને તમીમ ઇકબાલ 2007થી ત્રણ વિશ્વકપમાં રમ્યા છે.
ન્યૂઝીલેન્ડના રોસ ટેલર અને શ્રીલંકાના લસિથ મલિંગા પણ સતત ચોથો વિશ્વ કપ રમશે. વર્તમાન વિશ્વકપમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓમાં પર્દાપણ પ્રમાણે સૌથી વધુ અનુભવી ગેલના નિશાના પર કેટલાક રેકોર્ડ હશે. તેમાં દર ચાર વર્ષે રમાતી આ ટૂર્નામેન્ટમાં સર્વાધિક સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ છે જે માટે તેને માત્ર એક સિક્સની જરૂર છે.
ક્રિસ ગેલ અત્યાર સુધી 2003, 2007, 2011 અને 2015ના વિશ્વકપમાં રમી ચુક્યો છે, જેમાં તેણે 26 મેચોમાં 37.37ની એવરેજથી 944 રન બનાવ્યા છે. તેના નામ પર એક બેવડી સદી પણ નોંધાયેલી છે. યૂનિવર્સ બોસે ક્રિકેટ મહાકુંભમાં અત્યાર સુધી 37 છગ્ગા ફટકાર્યા છે અને તે દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સની સાથે સંયુક્ત રૂપથી ટોપ પર છે.
તેનો મતલબ છે કે ટૂર્નામેન્ટમાં પ્રથમ છગ્ગો લગાવતા જ વિશ્વકપમાં સિક્સર કિંબ બની જશે. વર્તમાન વિશ્વકપમાં ભાગ લઈ રેલા બેટ્સમેનોમાં ગેલ બાદ સર્વાધિક છગ્ગા ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલ (20 સિક્સ)ના નામ પર નોંધાયેલા છે. મતલબ ગેલ જે રેકોર્ડ બનાવશે તે તૂટવો હાલ શક્ય નથી.
ગેલે વિશ્વકપમાં 1000 રન પૂરા કરવા માટે માત્ર 56 રનની જરૂર છે. અત્યાર સુધી માત્ર 17 બેટ્સમેન જ 1000થી વધુ રન બનાવી શક્યા છે જેમાં સચિન તેંડુલકર 2278 રનની સાથે ટોપ પર છે. વેસ્ટઈન્ડિઝ તરફથી લારા (1225) અને વિવિયન રિચર્ડ્સ (1013)એ આ મુકામ હાસિલ કર્યો છે.
વર્તમાન વિશ્વકપમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓમાં માત્ર બે ખેલાડી એવા છે જેણે 20મી સદીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેમાં ગેલ સિવાય પાકિસ્તાનનો શોએબ મલિક છે. મલિકે પોતાનો પ્રથમ વનડે મેચ 14 ઓક્ટોબર 1999માં રમી હતી. મલિક પરંતુ આ પહેલા માત્ર 2007ના વિશ્વકપમાં પાકિસ્તાની ટીમનો સભ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે