WTC Final પહેલા ટીમ ઈન્ડિયાને નુકસાન, ન્યૂઝીલેન્ડ બની વિશ્વની નંબર-1 ટેસ્ટ ટીમ
આ બન્ને ટીમો વચ્ચે સાઉથમ્પ્ટનમાં 18 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે અને આ પ્રતિષ્ઠિત ફાઇનલ પહેલા ભારતને પછાડી વિશ્વની નંબર વન ટીમ બનવાથી ન્યૂઝીલેન્ડનું મનોબળ વધશે.
Trending Photos
બર્મિંઘમઃ ન્યૂઝીલેન્ડે બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ સત્રમાં ઈંગ્લેન્ડને આઠ વિકેટે પરાજય આપી સીરિઝ 1-0થી કબજે કરી છે. આ જીતની સાથે કીવી ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 ટીમ બની ગઈ છે. આ પહેલા ભારતીય ટીમ પ્રથમ સ્થાને હતી. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા ભારત માટે આ એક ઝટકા સમાન છે.
આ બન્ને ટીમો વચ્ચે સાઉથમ્પ્ટનમાં 18 જૂનથી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમાવાની છે અને આ પ્રતિષ્ઠિત ફાઇનલ પહેલા ભારતને પછાડી વિશ્વની નંબર વન ટીમ બનવાથી ન્યૂઝીલેન્ડનું મનોબળ વધશે. ઈંગ્લેન્ડની ટીમ આજે બીજી ઈનિંગમાં 9 વિકેટે પર 122 રનથી આગળ રમવા ઉતરી અને ટ્રેન્ટ બોલ્ટે દિવસના પ્રથમ બોલ પર ઓલી સ્ટોન (15) ને આઉટ કરી યજમાન ટીમની ઈનિંગનો અંત કર્યો હતો.
🇳🇿 The @BLACKCAPS are the new No.1 in the @MRFWorldwide ICC Test Team Rankings, displacing India from the top spot 👏
Full rankings: https://t.co/79zdXNr0Dv pic.twitter.com/iZuC2gJRrs
— ICC (@ICC) June 13, 2021
ન્યૂઝીલેન્ડ છેલ્લા સાત વર્ષમાં પ્રથમ મહેમાન ટીમ છે, જેણે ઈંગ્લેન્ડની તેની ધરતી પર હરાવ્યું છે. સાત વર્ષ પહેલા શ્રીલંકાએ આ સિદ્ધિ મેળવી હતી. પ્રથમ ઈનિગંમાં 85 રનથી પાછળ રહેનારી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 122 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી માર્ક વુડે સૌથી વધુ 29 રન બનાવ્યા હતા.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડે બીજી ઓવરમાં કોન્વેની વિકેટ ગુમાવી. જેને બ્રોડે આઉટ કર્યો હતો. ઓલી સ્ટોને વિલ યંગનો બોલ્ડ કર્યો હતો. ટોમ લાથમે અણનમ 23 રન બનાવી ટીમને જીત અપાવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ મેચમાં છ વિકેટ ઝડપી અને તે મેન ઓફ ધ મેચ રહ્યો હતો. તો આ સીરિઝથી ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરનાર ઓપનિંગ બેટ્સમેન ડેવિન કોન્વે મેન ઓફ ધ સીરિઝ રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે