આઈસીસી ટેસ્ટ રેકિંગઃ બેટિંગમાં કોહલી બીજા સ્થાને, બોલિંગમાં વોક્સ, બ્રોડની છલાંગ

બેટિંગમાં પ્રથમ નંબરે ઓસ્ટ્રેલિયાનો પ્રતિબંધિત કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. 

આઈસીસી ટેસ્ટ રેકિંગઃ બેટિંગમાં કોહલી બીજા સ્થાને, બોલિંગમાં વોક્સ, બ્રોડની છલાંગ

દુબઈઃ હાલમાં હેડિંગ્લેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પોતાની ટીમને જીત અપાવનાર ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વોક્સ અને સ્ટુઅર્ડ બ્રોડને ટેસ્ટ રેકિંગમાં ફાયદો થયો છે. આઈસીસીએ સોમવારી જારી કરેલ બોલિંગ રેકિંગમાં બ્રોડને બે સ્થાન અને વોક્સને એક સ્થાનનો ફાયદો થયો છે. બ્રોડ હવે 12માં સ્થાને અને વોક્સ 34માં સ્થાને આવી ગયો છે. 

ઈંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને ઈનિંગ અને 55 રનોથી હરાવીને શ્રેણી બરોબરી પર પુરી કરી હતી. લોર્ડસના મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. બ્રોડે બીજી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 38 રન આપીને ત્રણ તથા બીજી ઈનિંગમાં 28 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ સાથે પાંચ વિકેટ ઝડપનાર એન્ડરસનને ત્રણ અંકનો ફાયદો થયો છે અને તે બીજા સ્થાને છે. બીજી તરફ પાકિસ્તાનના બોલર્સોને પણ રેકિંગમાં ફાયદો થયો છે. લેગ સ્પિનર શાદાબ ખાન 3 સ્થાનની છલાંગ લગાવીને 93માં સ્થાન પર આવી ગયો છે. મોહમ્મદ આમિર અને મોહમ્મદ અબ્બાસ ક્રમશઃ પોતાના 20માં અને 23માં સ્થાને યથાવત છે. 

બેટિંગમાં ઈંગ્લેન્ડના જોસ બટલરને સૌથી વધુ ફાયદો થયો છે. અણનમ 80 રન ફટકારનાર બટલર 19 સ્થાનની છલાંગ સાથે 63માં સ્થાને આવી ગયો છે. ઈંગ્લેન્ડનો ઓપરન કુક એક સ્થાન આગળ વધીને 13માં સ્થાન પર આવી ગયો છે. ડોમિનિક બેસ 23 સ્થાન આગળ વધીને 92માં સ્થાન પર પહોંચી ગયો છે. બેટિંગમાં પ્રથમ સ્થાન પર પ્રતિબંધિક ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ છે. બીજા સ્થાને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું નામ છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ત્રીજા સ્થાને છે. ટોપ-10માં ઈંગ્લેન્ડનો એકમાત્ર બેટ્સમેન રૂટ છે જ્યારે પાકિસ્તાનનો એકપણ ખેલાડી નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news