ICC Test Championship Points Table: ટોપ પર ભારત વધુ મજબૂત, જાણો અન્ય ટીમોની સ્થિતિ

આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ હેઠળ ભારતીય ટીમે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે અને તમામમાં વિજય મેળવ્યો છે. ભારતના કુલ 300 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.   
 

ICC Test Championship Points Table: ટોપ પર ભારત વધુ મજબૂત, જાણો અન્ય ટીમોની સ્થિતિ

નવી દિલ્હીઃ ICC Test Championship Points Table: ભારતે ઈન્દોર ટેસ્ટમાં (indore test) બાંગ્લાદેશને ઈનિંગ (BAN vs IND) અને 130 રને પરાજય આપ્યો છે. આ ઈનિંગ પ્રમાણે વિરાટ કોહલીની (virat kohli) 10મી જીત છે. ભારતે બે મેચોની સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે. આ પહેલા ઓલરાઉન્ડ પ્રદર્શનના દમ પર આફ્રિકાને (IND vs SA) ત્રણ મેચોની સિરીઝમાં 3-0થી પરાજય આપીને 120 પોઈન્ટ મેળવ્યા હતા. તે પહેલા ભારતે વેસ્ટ ઈન્ડિઝને (IND vs WI) 2-0થી પરાજય આપીને 120 પોઈન્ટ કબજે કર્યાં હતા. હવે ભારતે આ જીત સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. ભારતના 300 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ ટોપ પર છે. 

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલ

ટીમ મેચ જીત હાર ટાઈ ડ્રો રદ્દ પોઈન્ટ
ભારત 6 6 0 0 0 0 300
ન્યૂઝીલેન્ડ 2 1 1 0 0 0 60
શ્રીલંકા 2 1 1 0 0 0 60
ઓસ્ટ્રેલિયા 5 2 2 0 1 0 56
ઈંગ્લેન્ડ 5 2 2 0 1 0 56
વેસ્ટ ઈન્ડિઝ 2 0 2 0 0 0 0
દક્ષિણ આફ્રિકા 3 0 3 0 0 0 0
બાંગ્લાદેશ 1 0 0 0 0 0 -
પાકિસ્તાન 0 0 0 - - 0 -

દરેક ટીમ 6 સિરીઝ રમશે. દરેક સિરીઝમાં કુલ 120 પોઈન્ટ હશે, જેને તે સિરીઝમાં મેચોની સંખ્યાના આધાર પર ભાગવામાં આવશે. ઉદાહરણ માટે બે મેચોની સિરીઝમાં દરેક મેચ જીતવા પર 60 પોઈન્ટ મળશે તો ત્રણ મેચોની સિરીઝમાં દરેક જીત પર 40 પોઈન્ટ મળશે. મેચ ટાઈ થવા પર બરાબર પોઈન્ટ અને મેચ ડ્રો રહેલા પર બંન્ને ટીમોને 1/3 પોઈન્ટ મળશે. 

Ind vs Ban: ઈનિંગના અંતરથી 10મી જીત, કોહલીએ તોડ્યો ધોનીનો રેકોર્ડ 

સિરીઝમાં મેચ (2) - જીત/ટાઈ/ડ્રો - 60/30/20
સિરીઝમાં મેચ (3) - જીત/ટાઈ/ડ્રો - 40/20/13
સિરીઝમાં મેચ (4) - જીત/ટાઈ/ડ્રો - 30/15/10
સિરીઝમાં મેચ (5) - જીત/ટાઈ/ડ્રો - 24/12/8

જો બે ટીમો બરાબર રહે તો જે ટીમ સૌથી વધુ સિરીઝ જીતી હશે તેને ઉપરના રેન્કમાં ગણવામાં આવશે. જો ત્યારબાદ પણ ટીમ બરાબર રહે તો સારી નેટ રનરેટ પ્રતિ વિકેટ વાળી ટીમને આગળ માનવામાં આવશે. રન પ્રતિ વિકેટની એવરેજ દરેક વિકેટ ગુમાવીને બનાવવામાં આવેલા રનના આધારે નક્કી થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news