ICC T20 Rankings: વિરાટ કોહલીને થયો ફાયદો, કેએલ રાહુલ ટોપ-10માં યથાવત
તાજા જારી આઈસીસી ટી20 બેટ્સમેનોના રેન્કિંગમાં વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડીકોકને ફાયદો મળ્યો છે. ડિકોક પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ આઠમાં સ્થાને પહોંચી ગયો છે.
Trending Photos
દુબઈઃ દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝ પૂરી થયા બાદ તાજા જારી આઈસીસી ટી20 બેટ્સમેનોના રેન્કિંગમાં વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડીકોકને ફાયદો મળ્યો છે. ડિકોક પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ આઠમાં સ્થાને પહોંચી ગયો છે. આ સિરીઝ દક્ષિણ આફ્રિકાએ 3-0થી પોતાના નામે કરી હતી. ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ કોહલી ચોથા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કેએલ રાહુલ છઠ્ઠા સ્થાને યથાવત છે. ભારત તરફથી આ બે બેટ્સમેનો ટોપ-10માં સામેલ છે.
ટી20 બોલરોની વાત કરીએ તો તબરેઝ શમ્સી પ્રથમ સ્થાન પર છે, તો શ્રીલંકાનો વહિંદુ ડિ સિલ્વા બીજા સ્થાને છે. ડેવિડ મલાન નંબર વન ટી20 બેટ્સમેન છે, જ્યારે બાબર આઝમ બીજા સ્થાને છે. વિરાટ કોહલીને એક સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે પાંચમાંથી ચોથા સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડનો ડેવોન કોનવે એક સ્થાનના નુકસાન સાથે પાંચમાં સ્થાને છે.
🔹 Gains for Quinton de Kock 👏
🔹 Mustafizur Rahman rises up 🙌
This week's @MRFWorldwide ICC Men's T20I Player Rankings has some big movements 📈
— ICC (@ICC) September 15, 2021
રોહિત શર્મા લેટેસ્ટ ટી20 રેન્કિંગમાં 21માં સ્થાને પહોંચી ગયો છે. તો શિખર ધવન 30માં સ્થાને છે. ટોપ-30માં આ ચાર ભારતીય બેટ્સમેન છે. બોલરોની વાત કરીએ તો ટોપ-10માં કોઈ ભારતીય બોલર સામેલ નથી. ટી20માં ભારત તરફથી બેસ્ટ રેન્કિંગ ભુવનેશ્વર કુમારની છે, જે 12માં સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે