ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાનારી એશેઝ સીરીઝથી સ્લો ઓવર રેટ માટે કેપ્ટનને અપાતા દંડનો નિયમ રદ્દ થઇ જશે

ICC આવકારદાયક નિર્ણય: સ્લો ઓવર રેટ માટે કેપ્ટન નહી દંડાય

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં ઘણી વખત દબાણમાં રહેનારા કેપ્ટન માટે સારા સમાચાર છે. હવે આ કેપ્ટનને ધીમી ઓવર ગતિ (Slow Over Rates) માટે થતી સજા સહન નહી કરવી પડી. આઇસીસી (ICC) આવા કોઇ ગુના અંગે કેપ્ટન અને અન્ય ખેલાડીઓને સમાન રીતે સજા આપવાનું પ્રાવધાન કર્યું છે.  જેની શરૂઆત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ  સાથે થશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ આવા કોઇ ગુના અંગે કેપ્ટન અને અન્ય ખેલાડીઓને સમાન રીતે સજા આપવાનું પ્રાવધાન કર્યું છે. જેની શરૂઆત આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાથે થશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ સબ્સિટીટ્યૂટ ખેલાડી સાથે જોડાયેલા નિયમમાં સંશોધનને મંજુરી આપી છે. 

ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!
આઇસીસી ક્રિકેટ સમિતીની સલાહને તેનાં બોર્ડે મંજુરી આપી દીધી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) 2019 થી 2021 સુધી ચાલશે. તેની શરૂઆત એક ઓગષ્ટથી ચાલુ થઇ રહેલ એશીઝ સીરીઝ (Ashes Series) સાથે થઇ રહી છે. આઇસીસીએ કહ્યું કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ મેચોમાં જો કોઇ ટીમ નક્કી સમયમાં ઓવર પુરી નહી કરી શકતી તો દરેક ઓવરની અવેજમાં તેના બે પોઇન્ટ કપાશે. ત્યારે ખેલાડી તેના માટે સન્માન સમાન રીતે ભોગવશે. હવે કેપ્ટન તેના માટે ફરજરિક્ત નહી થાય. આઇસીસીના અનુસાર ધીમી ગતિથી ઓવર નાખવા અંગે હવે સજામાં પરિવર્તન કરવામાં આવ્યું છે.

આઇસીસી એ સબ્સિટીટ્યૂટ ખેલાડી સાથે જોડાયેલા નિયમમાં સંશોધનને મંજુરી આપી દીધી છે. નવા નિયમ અનુસાર જો કોઇ ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે તો તેનાં સ્થાને બીજો ખેલાડીને ટીમમાં સમાવેશ કરી શકાશે. તે બોલિંગ, બેટિંગ અને વિકેટકીપિંગ પણ કરી શકશે. એવા ખેલાડીઓને કન્કશન સબ્સિટ્યૂટ કહેવામાં આવશે. આ નિયમ ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની વચ્ચે એક ઓગષ્ટથી યોજાનારી એશેઝ સીરીઝથી લાગુ થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news