આઈસીસીની બેઠકમાં ટી-20 વિશ્વકપ પર નિર્ણય 10 જૂન સુધી ટળ્યો


આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત ટી20 વિશ્વકપ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ કોઈ નિર્ણય લઈ શક્યું નથી. આ વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો છે. 

આઈસીસીની બેઠકમાં ટી-20 વિશ્વકપ પર નિર્ણય 10 જૂન સુધી ટળ્યો

દુબઈઃ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં નિર્ધારિત ટી20 વિશ્વકપ (ICC T20 Wolrd Cup) પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) કોઈ નિર્ણય લઈ શક્યું નથી. આઈસીસી બોર્ડની ગુરૂવારે ટેલિકોન્ફરન્સ દ્વારા યોજાયેલી બેઠકમાં ટી20 વિશ્વકપ પર 10 જૂન સુધી નિર્ણય ટાળી દેવામાં આવ્યો છે. વિશ્વકપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે થવાનું છે. 

ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપના ભવિષ્યને લઈને થયેલી બેઠકમાં કહેવામાં આવ્યું કે, સભ્ય બર્ડ આવનારા દિવસોમાં પોત-પોતાના દેશોમાં કોરોના વાયરસના સંક્રમણ પર નજર રાખશે. આઈસીસી બોર્ડની બેઠકમાં સામેલ કરવામાં આવેલા તમામ એજન્ડાને 10 જૂન સુધી ટાળી દેવામાં આવ્યા છે. 

આઈસીસી બોર્ડે ટેલિકોન્ફરન્સ બાદ કહ્યું, બોર્ડ આઈસીસી મેનેજમેન્ટને આગ્રહ કરે છે કે તે કોવિડ-19 મહામારીને કારણે સતત બદલી રહેલી જન સ્વાસ્થ્યની સ્થિતિને જોતા વિભિન્ન આપાત વિકલ્પોને લઈને સંબંધિત હિતધારકોની સાથે ચર્ચા જારી રાખે. 

Cricket Australiaના કાર્યક્રમની જાહેરાત, જાણો Team India સાથે ક્યારે રમશે

તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કોવિડ-19 મહામારીને કારણે ઊભી થયેલી પરિસ્થિતિઓમાં ટી20 વિશ્વકપનું આયોજન ટળવા પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) કરાવવાનો રસ્તો ખુલી જશે. એટલે કે બીસીસીઆઈ આ ઓક્ટોબર-નવેમ્બરના વિન્ડોને આઈપીએલમાટે ઉપયોગમાં લેશે. હવે આઈપીએલના આયોજનની રણનીતિ નક્કી કરવા માટે વધુ રાહ જોવી પડશે. 

આ પહેલા અટકળો લગાવવામાં આવી રહી હતી કે બેઠક બાદ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી20 વિશ્વકપને 2022 સુધી સ્થગિત કરવાની જાહેરાત સંભવ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news